ઝડપથી ફેલાઇ રહ્યું છે કોરોનાનું નવુ મ્યૂટેશન, માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ પણ બિનઅસરકારક: સ્ટડી

0
22
ઝડપથી ફેલાઇ રહ્યું છે કોરોનાનું નવુ મ્યૂટેશન, માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ પણ બિનઅસરકારક: સ્ટડી

વોંશિંગ્ટન, 26 સપ્ટેમ્બર 2020 શનિવાર

નિષ્ણાતોએ એક નવી સ્ટડી બાદ કહ્યું છે કે કોરોના વાયરસ મ્યુટેટ કરી રહ્યું છે, અને તેના દ્વારા નવા કેસ વધી રહ્યા છે, વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે વાયરસનું આ નવું સ્વરૂપ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને પણ ભારે પડી શકે છે, વોંશિંગ્ટન પોસ્ટમાં છપાયેલી રિપોર્ટ મુંજબ અત્યાર સુધીની સૌથી મોટી આનુવંશિક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે અમેરિકાનાં ટેક્સાસનાં હ્યુસ્ટનમાં કોરોનાની બીજી લહેર દરમિયાન 99.9 ટકા કેસ કોરોનાનાં નવા મ્યૂટેશન D614G વાળા જ છે.

કોરોના વાયરસનાં નવા સ્ટ્રેન  D614Gને લઇને પહેલા પણ માહિતી આવી ચુકી છે, પરંતું નવી સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ નવા મ્યુટેશન અંગે વધું માહિતી આપી છે, બુધવારે આ સ્ટડી MedRxiv જર્નલમાં પ્રકાશિત થયો છે, નવા મ્યુટેશનને વધુ સંક્રામક, પરંતું તુલનાત્મક દ્રષ્ટીએ ઓછા જીવલેણ ગણાવાયો છે.

રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસે નવા માહોલમાં ખુદને તેનાં અનુરૂપ કરી લીધો છે, જેનાથી તે સોશિયલ ડિસ્ટન્સિંગ, હેંડ વોશિંગ, અને માસ્કને માત આપી શકે છે, અમેરિકાનાં નેશનલ ઇન્સ્ટીટ્યુંટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્સન ડિસીઝનાં વાયરોલોજીસ્ટ ડેવિડ મોંરેંસે  કહ્યું છે કે નવા વાયરસ વધું સંક્રામક બની શકે છે, જેનાથી કોરોનાને  નિયંત્રિત કરવાનાં પ્રયાસો પર અસર પડી શકે છે.

સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનાનું નવું મ્યુટેશન સ્પાઇક પ્રોપર્ટીની સંરચનામાં બદલાવ કરે છે, સંસોધન  દરમિયાન વાયરસનાં કુલ 5,085 સિક્વેંસની સ્ટડી કરી, તેનાથી એ જાણવા મળ્યું કે કોરોનાની પહેલી લહેર દરમિયાન માર્ચમાં 71  ટકા નવા કેસ મ્યુટેશનવાળા હતાં. પરંતું મે મહિનામાં બીજી લહેર દરમિયાન નવા મ્યુટેશનવાળા  કેસની સંખ્યા 99.9 ટકા થઇ ગઇ. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here