જામનગર શહેરમાં હોટલ દુકાનોના દ્વારે ભીડ થતી રોકવા મહાનગરપાલિકાનો એક્શન પ્લાન

જામનગર, તા. 21 નવેમ્બર 2020, શનિવાર

જામનગર શહેરમાં કોરોના ના વધતા જતા કેસને લઈને મહાનગરપાલિકાનું તંત્ર પણ ચિંતિત બન્યું છે, અને નવો એકશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની જુદી-જુદી છ ટીમો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર હોટલ દુકાન ના દ્વારે ભીડ એકઠી થતી જણાશે તો કડક કાર્યવાહી કરાશે અને જરૂર પડ્યે હોટેલ -દુકાનો ને સીલ પણ કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરનાર તેમજ માસ્ક નહીં પહેરનાર સામે દંડકિય કાર્યવાહી માટેની ઝૂંબેશ શરૂ કરી દેવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેમજ લોકો માસ્ક પહેર્યા વિના બહાર ન નીકળે તેની તકેદારી રાખવા માટેની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એ.કે. વસ્તાણી ની રાહબરી હેઠળ આજે એક બેઠક યોજાઇ હતી. જેમાં મહાનગરપાલિકાની જુદી-જુદી છ ટીમો બનાવી હતી, અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં દોડતી કરવામાં આવી છે.

 જે ટીમ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવા માટેની ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. શહેરની ચા પાન ની હોટલો વગેરે સ્થળે ભીડ એકત્ર થતી જણાશે તો દંડકીય કાર્યવાહી કરાશે. સાથોસાથ હોટલ દુકાનોને સીલ મારવાની પણ પ્રક્રિયા હાથ ધરાશે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનારા લોકો તેમજ માસ્ક પહેર્યા વિના નિકળનારા લોકો સામે દંડકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. જે અંગેની ઝુંબેશ આજથી જ શરૂ કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here