જામનગર મહાનગરપાલિકા દ્વારા શનિવારે રજાના દિવસે પણ કોરોના રેપિડ ટેસ્ટિંગની કાર્યવાહી શરૂ

જામનગર, તા. 28 નવેમ્બર 2020, શનિવાર

જામનગર મહાનગરપાલિકા ની આરોગ્ય શાખા દ્વારા શહેરના અલગ-અલગ ભીડવાળા વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી કોરોના રેપિડ ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે આજે શનિવારે રજાના દિવસે પણ ચાલુ રખાઇ હતી, અને શહેરના બ્રુક બોન્ડ ગ્રાઉન્ડમાં ભરાતી ગુજરી બજારમાં ચેકિંગ હાથ ધર્યું હતું.

જ્યાં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી એ આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને વહેલી સવારથી જ બ્રુક બોન્ડ ગ્રાઉન્ડમાં કોરોના માટે નું ચેકિંગ હાથ ધર્યું હતું હતું અને સમગ્ર ગ્રાઉન્ડમાં માલ સામાન નુ વેચાણ કરવા માટે આવતા 70થી વધુ ફેરિયાઓ, પથારાવાળાઓ વગેરેના કોરોના રેપીડ ટેસ્ટ કરાયા હતા.

જોકે કોઈ કોરોના સંક્રમિત મળ્યું ન હતું. તમામ ફેરીયા- વિક્રેતાઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ ફરજિયાત પણે માસ્ક પહેરવા માટેની સુચના આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here