જામનગર મનપા દ્વારા માસ્ક નહીં પહેરનારા, સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનારા 9899 લોકો પાસેથી 25.54 લાખનો દંડ વસૂલ્યો

જામનગર મનપા દ્વારા માસ્ક નહીં પહેરનારા, સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનારા 9899 લોકો પાસેથી 25.54 લાખનો દંડ વસૂલ્યો

જામનગર, તા. 21 નવેમ્બર 2020, શનિવાર

જામનગર મહાનગરપાલિકા દ્વારા લોકડાઉન તેમજ અનલોક ના સમયગાળા દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનારાઓ તેમજ માસ્ક પહેર્યા વિના નીકળનારા લોકો સામે 9899 કેસ કર્યા છે, અને તેઓ પાસેથી 25 લાખ,54 હજાર થી વધુનો દંડ વસુલ કર્યો છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી ટીમો બનાવી લોકડાઉન તેમજ અનલોકના સમયગાળા દરમિયાન દિવાળી સુધીમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી સોશિયલ ડીસ્ટન્સ નહિ જાળવનારા 1163 લોકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે, અને તેઓ પાસેથી 2,76,100 નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત માસ્ક પહેર્યા વિના નીકળનારા 8,065 લોકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે, અને તેઓ પાસેથી 20,14,650 નો દંડ વસુલ કર્યો છે.

જાહેરમાં થૂકનારા 518 લોકો દંડાયા છે, અને તેઓ પાસેથી 20,310 નો દંડ વસૂલ્યો છે. સેનીટાઇઝર નો ઉપયોગ નહીં કરનારા 17 વેપારીઓ દંડાયા છે, અને તેઓ પાસેથી રૂપિયા 3,600 નો દંડ વસૂલ્યો છે. ફુલ 9899 લોકો સામે દંડકીય કાર્યવાહી કરી છે, અને તેઓ પાસેથી 25,54,045નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here