જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક મા કોરોનાના વધુ 41 કેસ નોંધાયા: 4 ના મૃત્યુ

જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક મા કોરોનાના વધુ 41 કેસ નોંધાયા: 4 ના મૃત્યુ

– જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના કોવિડ વોર્ડમાં છેલ્લા 24 કલાક દરમિયાન 3 દર્દીઓએ દમ તોડયો: એક નું ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ

જામનગર, તા. 21 નવેમ્બર 2020, શનિવાર

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો ગ્રાફ ફરીથી ઊચકાયો છે, અને કોરોનાના કેસમાં ઘણો વધારો થયો છે. સાથોસાથ મૃત્યુનો દર પણ વધી ગયો છે. જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 3 દર્દીઓએ દમ તોડી દીધો છે. જ્યારે એક દર્દીનું ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ નિપજયું છે.

જામનગર જિલ્લામાં આજે 41 પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉપરાંત સપ્તાહ પહેલા જામનગર જિલ્લાના 35 એક્ટિવ કેસ હતા’ તેમાં પણ ધરખમ વધારો થયો છે, અને આજે જી.જી. હોસ્પિટલમાં 113 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ઉપરાંત કોરોનાને લઈને અત્યાર સુધીમાં 895 દર્દીઓના મૃત્યુ થયા છે.

જામનગર શહેર અને જિલ્લામાં લોકોએ વધુ પડતી છૂટછાટ મેળવી હોવાથી અને સોશિયલ ડિસ્ટન્સ નું ભાન ભૂલ્યા હોવાથી કોરોના એ ફરીથી વેગ પકડ્યો છે. જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના કોવિડ વોર્ડમાં તેમજ એક ખાનગી હોસ્પિટલ માં ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં 4 દર્દીઓ ના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં કુલ 895 દર્દીઓના મૃત્યુ થયા છે.

ઉપરાંત જામનગર જીલ્લામાં કોરોનાના 41 નવા કેસ નોંધાયા છે. જે ગત 9મી તારીખે આંક 15નો હતો. જ્યારે એકટીવ કેસનો આંકડો ઘટીને 35 સુધી પહોંચ્યો હતો, જે વધીને ફરી થી 113 સુધી પહોંચી ગયો છે.

જામનગર શહેરના આજે 21 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી કુલ આંક 6,851 નો થયો છે. જ્યારે ગ્રામ્યના 22 મળી કુલ 1,836 પોઝેટીવ કેસ નોંધાયા છે. સમગ્ર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 8,650નો થયો છે. ઉપરાંત જામનગર શહેરના 21 દર્દીઓ જ્યારે ગ્રામ્ય ના 16 મળી કુલ 37 દર્દીઓને રજા આપવામાં આવી છે. જામનગરની જી.જી હોસ્પિટલ મા આજની તારીખે જામનગર શહેરના 55 જ્યારે ગ્રામ્ય 58 મળી 113 એક્ટીવ કેસ છે.

જામનગર મહાનગર પાલિકા તેમજ અર્બન હેલ્થ સેન્ટર અને જી જી હોસ્પિટલ સહિત 1,07,278 લોકોનું કોરોના પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે. તે જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં 1,19,690 લોકોનું કોરોના પરીક્ષણ કરાયું છે. સમગ્ર જિલ્લામાં કુલ 2,26,968 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોનાના કેસોમાં જબરો વધારો થયો હોવાથી જામનગર શહેર જિલ્લાની જનતાએ ઠંડીના સમયગાળા દરમિયાન ખૂબ જ સાવચેત રહેવું જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here