જામનગર જિલ્લામાં કોરોનાના કારણેમૃત્યુ માં રાહત છેલ્લા 24 કલાકમાં માત્ર એક દર્દીનું મૃત્યુ

જામનગર જિલ્લામાં કોરોનાના કારણેમૃત્યુ માં રાહત છેલ્લા 24 કલાકમાં માત્ર એક દર્દીનું મૃત્યુ

– જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ માં એક્ટિવ કેસમાં પણ વધારો: 125 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ

જામનગર, તા. 22 નવેમ્બર 2020, રવિવાર

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નો ગ્રાફ દિનપ્રતિદિન વધતો જાય છે. આજે પણ જામનગર શહેરના 25 અને ગ્રામ્યના 15 સહિત જિલ્લાના કુલ 40 પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે મૃત્યુ દરમાં રાહત છે, અને સરકારી જી જી હોસ્પિટલમાં માત્ર એક દર્દીનું મૃત્યુ નિપજયું છે. સાથોસાથ એક્ટિવ કેસમાં વધારો થતો જાય છે. આજે સરકારી જી.જી હોસપીટલ ના કોવિડ વોર્ડમાં 125 દર્દીઓ સારવાર હેઠળ છે.

જામનગર શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે, આજે જામનગર શહેરના 25 કેસ નોંધાયા છે જ્યારે ગ્રામ્યના 15 પોઝિટિવ કેસ નોંધાયા છે અને દિવાળી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થતો જાય છે. જામનગર ની જી.જી.હોસ્પિટલમાં જામનગર શહેરના 60 જ્યારે ગ્રામ્યના 65 મળી 125 પોઝિટિવ એક્ટિવ કેસ છે. જ્યારે જામનગર શહેરના 20 દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે. જ્યારે ગ્રામ્ય 8 દર્દીઓને રજા મળી છે. આજે જી.જી.હોસ્પિટલમાં એક દર્દીનું મૃત્યુ નિપજતા જામનગર જિલ્લામાં કુલ મૃત્યુનો આંકડો 896નો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here