જામનગરમાં નાગેશ્વર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતી ઘોડીપાસાની કલબ ઝડપાઈ

જામનગરમાં નાગેશ્વર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતી ઘોડીપાસાની કલબ ઝડપાઈ

જામનગર, તા. 21 નવેમ્બર 2020, શનિવાર

જામનગરમાં નાગેશ્વર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ઘોડીપાસાની કલબ ચાલી રહી હોવાની બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોર્ડ ની ટીમે દરોડો પાડી ઘોડીપાસા વડે હારજીતનો જુગાર રમી રહેલા મકાનમાલિક સહિત 16 આરોપીઓની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રોકડ રકમ તેમજ ઘોડીપાસા નું સાહિત્ય વગેરે મળે 3.17 લાખની માલમતા કબજે કરી લીધી છે.

આ દરોડાની વિગત એવી છે કે જામનગરની પેરોલ ફર્લો ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર નાગેશ્વર પાર્ક વિસ્તારમાં રાજાવાડી વિસ્તારમાં રહેતા ભીખુભાઈ ઉર્ફે ખોડાભાઈ રાઘવભાઇ ઢાપા નામના શખ્સના મકાનમાં ઘોડીપાસાની કલબ ચાલી રહી છે, અને બહારથી મોટી સંખ્યા જુગારીયા તત્વો એકત્ર થઇને ઘોડીપાસા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે, જે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન 16 જેટલા શખ્સો જુગાર રમી રહેલા મળી આવ્યા હતા.

જેથી પોલીસે મકાનમાલિક ભીખુભાઈ ઢાપા ઉપરાંત દિનેશ ભગવાનજીભાઈ પરમાર, અલ્તાફ મામદભાઇ મેમણ, હુસેન ગફારભાઈ મેમણ, સલીમ અબ્દુલ રહેમાન મકવાણા, અલ્તાફ સતારભાઈ આંબલિયા, સોહીલ સલીમભાઈ સાટી, વિપુલ વાલજીભાઈ પરમાર, રજાક ઈસ્માઈલ મોગલ, અબ્દુલ રજાક જુમાભાઈ ગજીયા, હસન હાજીભાઇ આંબલીયા, સુરેશ ખોડા ભાઈ અબવાણી, કેતન ભીખુભાઈ ઢાપા, તેજસ પ્રવીણભાઈ પરમાર, ઈશ્વર મનસુખભાઈ મકવાણા, અને મુનાફ મહંમદ આંબલીયા વગેરેની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા બે લાખ દસ હજારની રોકડ રકમ,9 નંગ મોબાઇલ ફોન અને વાહનો વગેરે મળી 3,17,500 ની માલમતા કબ્જે કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here