જામનગરમાં ગુલાબનગર રોડ પર મોટરસાયકલની ઠોકરે છ વર્ષનો માસૂમ બાળક કચડાયો

જામનગર, તા. 17 ડિસેમ્બર 2020, ગુરૂવાર

જામનગરમાં ગુલાબનગર રોડ પર પૂરપાટ વેગે આવી રહેલા એક મોટરસાયકલની હડફેટે છ વર્ષનો માસૂમ બાળક કચડાયો હતો, અને કરુણ મૃત્યુ નીપજ્યું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગુલાબનગર નજીક પેટ્રોલ પંપ પાસે વાંજા વાસ શેરી નંબર 10માં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા સલીમભાઈ કાસમભાઈ કુરેશી નામના રિક્ષાચાલકનો છ વર્ષનો પુત્ર મોઈન ગત 08 ઓગસ્ટના દિવસે પોતાના ઘરે આવવા માટે ગુલાબ નગર નો રસ્તો ઓળંગી રહ્યો હતો.

જે દરમિયાન પૂરપાટ વેગે આવી રહેલા મોટરસાયકલના ચાલકે છ વર્ષના માસૂમ બાળકને અડફેટે લઈ લેતાં અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં મોઇન ને હાથના ભાગે માથાના ભાગે તેમજ શરીરના જુદા જુદા ભાગોમાં નાની-મોટી ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેનું મૃત્યુ નીપજયું છે.

આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતા સલીમ ભાઈ કુરેશીએ મોટરસાયકલનાં ચાલક સામે ફરિયાદ નોંધાવતાં સીટી બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી, પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. અને બાઇક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here