જામનગરમાં અલગ અલગ ત્રણ બનાવમાં જુગાર રમતા 15 ઝડપાયા, 70 હજારનો મુદ્દામાલ જપ્ત

જામનગરમાં અલગ અલગ ત્રણ બનાવમાં જુગાર રમતા 15 ઝડપાયા, 70 હજારનો મુદ્દામાલ જપ્ત

જામનગર, તા. 22 નવેમ્બર 2020, રવિવાર

જામનગર શહેરમાં પોલીસે જુદા-જુદા ત્રણ સ્થળોએ જુગાર અંગે દરોડા પાડયા હતા, અને કુલ 15 આરોપીઓની ધરપકડ કરી લઇ રૂપિયા 70 હજારની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જામનગર શહેરમાં પ્રથમ દરોડો રાંદલનગર વિસ્તારમાં પાડયો હતો. જ્યાં રહેતા કિશોર કાનજીભાઈ મહેતા ના મકાન પર પોલીસે દરોડો પાડી મકાનની અંદર ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા કિશોર કાનજીભાઈ મહેતા, ઉપરાંત પ્રદીપસીંહ રણજીતસીંહ જાડેજા, જયદીપસિંહ નીરૂભા જાડેજા, ગુલાબસિંહ દિલુભા જાડેજા, અને નરેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા વગેરે પાંચ શખ્સોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 16,100ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જુગાર અંગેનો બીજો દરોડો નવાગામ ઘેડ વિસ્તારમાં પાડયો હતો. જ્યાંથી જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા વિપુલ નારણભાઈ બેરડીયા, પ્રતાપસિંહ પ્રભાત સિંહ જાડેજા, સન્ની રમેશભાઈ કબીરા, અને માલજીભાઇ કારાભાઈ કટારીયા વગેરે ચાર શખ્સોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 31,500ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

આ ઉપરાંત જુગારનો ત્રીજો દરોડો અશોક સમ્રાટ નગર વિસ્તારમાં પાડયો હતો, જ્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ધરણાતભાઈ નરસિભાઈ ચાવડા, કરસનભાઈ ગોગાભાઈ ચાવડા, દેવાતભાઈ દેવરાજભાઇ ગઢવી, ઘનશ્યામભાઈ કરસનભાઈ ગઢવી, કમલેશ કાયાભાઈ કારીયા, અને પરબતભાઈ જેઠાભાઈ ગઢવી ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 21,670 રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here