જામનગરમાંથી મારામારીના ગુનામાં તેમજ 25 લાખની છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓ પકડાયા

જામનગરમાંથી મારામારીના ગુનામાં તેમજ 25 લાખની છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓ પકડાયા

જામનગર, તા. 21 નવેમ્બર 2020, શનિવાર

જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે ઉત્તરાખંડ રાજ્યના રૂપિયા 25 લાખના ચીટીંગ ગુનાના એક આરોપીને જામનગરમાંથી પકડી પાડયો છે, ઉપરાંત મારામારીના ગુનામાં પણ એક નાસતા ફરતા આરોપીને પકડ્યો છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે ઉત્તરાખંડ રાજયના રૂપિયા 25 લાખના ચીટીંગના ગુનાનો એક આરોપી કે જે જામનગરમાં ગોમતીપુર વિસ્તારમાં કડિયા જ્ઞાતિની વાડી વિસ્તારમાં રહે છે, અને છેલ્લા એક વર્ષથી નાસતો ફરે છે. જે આરોપી હિતેશ કિશોરભાઈ ગોહિલ જામનગરમાં આવ્યો હોવાની બાતમી મળતા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ગોમતીપુર વિસ્તારમાંથી આરોપીને પકડી પાડયો હતો, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ ઉપરાંત એલસીબીની ટીમે જામનગર શહેરના વામ્બે આવાસના ગેટ પાસે થયેલા મારામારીના એક ગુનામાં તેમજ જામખંભાળિયાના ઈંગ્લીશ દારૂના વેચાણ ના ગુનામાં નાસતા ફરતા આરોપી સુનિલ ઉર્ફે સાગર હમીરભાઇ હિન્દુ વાઘેર ને પકડી પાડયો છે, અને સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં સુપરત કરી દીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here