જામજોધપુરમાં ચકલા ચોકમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા ચાર શખ્સો પકડાયા

જામજોધપુરમાં ચકલા ચોકમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા ચાર શખ્સો પકડાયા

જામનગર, તા. 14 નવેમ્બર 2020, શનિવાર

જામજોધપુરમાં ચકલા ચોક વિસ્તારમાં કેટલાક શખ્સો એકત્ર થઇને ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે, તેવી માહિતી જામજોધપુર પોલીસને મળતા ગઈકાલે રાત્રે જામજોધપુર પોલીસે ઉપરોકત સ્થળે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ચાર શખ્સો જુગાર રમી રહેલા નજરે પડ્યા હતા.

જેથી પોલીસે જુગાર રમી રહેલા ગોવિંદ બચુભાઈ સોલંકી, અમિત પુનાભાઈ ડાભી, પ્રવીણ મોહનભાઈ ડાભી, અને જયંતીભાઈ મોહનભાઈ ડાભી ની ધરપકડ કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 1790ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here