છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનો 1 કેસ નોંધાયા

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનો 1  કેસ નોંધાયા

છોટાઉદેપુર તા.18 ઓક્ટાેબર 2020 રવીવાર

છોટાઉદેપુર જિલ્લામાં કોરોના પોઝિટિવનો નવો 1  પોઝિટિવ કેસ નોંધાયો કુલ આંક 560  થયો

  છોટાઉદેપુર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે.તા 17 સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ 559  કેસ નોંધાયા હતા આજરોજ તા 18  ના નવો 1 કેસ  પોઝિટિવ નોંધાતા કુલ આંક 560  થયો છે. 

છોટાઉદેપુર જિલ્લામાં આજરોજ 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો  હતો.તેમાં  13 વર્ષનો કિશોર જબૂગામ બોડેલીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.અત્યાર સુધીમાં  જિલ્લામાંથી કુલ 500  કોરોના દર્દી સાજા થઈ જતા તેઓને રજા આપી દેવામાં આવી છે.

હાલમાં 41  દર્દી એડમિટ છે. અને 16  દર્દીના મોત થયા છે. જિલ્લાના 6  તાલુકાના જુદા જુદા વિસ્તારોમાંથી  કોરોના તપાસ અર્થે ૧૫૨ એન્ટીજન અને આર્ટી ફિશિયલ સેમ્પલ લેવામાં આવ્યા હતા. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here