ચીનમાં આઠ મહિના બાદ ફરી કોરોનાના કારણે એક મોત, વાયરસે ફરી ઉથલો માર્યો

બીજિંગ, તા. 14. જાન્યુઆરી, 2020 ગુરૂવાર

ચીન ગમે તે કહે પણ તેના વુહાન શહેરમાંથી આખી દુનિયામાં કોરોના વાયરસ ફેલાયો હોવાનુ મોટાભાગના દેશો માની રહ્યા છે.

જોકે અત્યાર સુધીમાં ચીને કોરોના પર કાબૂ મેળવી લીધો છે અને બીજા દેશો તેની સામે ઝઝૂમી રહ્યા હોવાનુ દેખાતુ હતુ પણ હવે ચીનમાં કોરોના વાયરસ ફરી ઉથલો મારે તેવો ભય વ્યક્ત થઈ રહ્યો છે.કારણકે આઠ મહિના બાદ ચીનમાં કોરોના વાયરસના કારણે પહેલુ મોત થયુ છે અને ચીનમાં તેના કારણે ફરી ફફડાટ ફેલાયો છે.

છેલ્લે ચીનમાં મે મહિનામાં કોરોના વાયરસના કારણે એક વ્યક્તિનુ મોત થયુ હતુ.એ પછી ચીનના હેબો પ્રાંતમાં તાજેતરમાં વાયરસે ફરી ઉથલો માર્યો છે અને લોકોને સંક્રમિત કરવાનુ શરુ કરી દીધુ છે.કોરોનાના વધતા કેસના કારણે આ પ્રાંતમાં લોકડાઉન લાગુ કરી દેવાયુ છે.આ પ્રાંતમાં લગભગ બે કરોડ લોકો રહે છે અને આ રાજ્યમાં સ્કૂલો અને દુકાનો બંધ કરાવી દેવાઈ છે.

આ સિવાય અન્ય એક પ્રાંત હેઈલોંગજિયાંગમાં પણ આકરી ગાઈડલાઈન લાગુ કરાઈ છે.સરકારે લોકોને અપીલ કરી છે કે, તેઓ પોતાનુ રાજ્ય છોડીને બીજા રાજ્યમાં ના જાય.બહુ જરુરી હોય તો સરકાર પાસે મંજૂરી લઈને બીજા રાજ્યમાં મુસાફરી કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here