ચીનને વધુ એક ફટકો, એર કન્ડિશનરની આયાત પર સરકારે લગાવ્યો પ્રતિબંધ

ચીનને વધુ એક ફટકો, એર કન્ડિશનરની આયાત પર સરકારે લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી, 17 ઓક્ટોબર 2020 શનિવાર

સરકારે રેફ્રિજરેટ્સની સાથે આવનારા એર કન્ડીશનર (AC)ની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે, સ્થાનિક મેન્યુફેક્સરિંગને પ્રોત્સાહન આપવા અને બિનજરૂરી સામાનની આયાતમાં ઘટાડો લાવવા માટે આ પગલું ભર્યું છે. તેનાથી ચીનનાં વેપારીઓને ઝટકો લાગ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે દેશમાં ACનું બજાર લગભગ 40 હજાર કરોડ રૂપિયા છે, ભારત પોતાની ACની જરૂરીયાતોની લગભગ 28 ટકા આયાત ચીનથી કરે છે, ઘણા કેસમાં તો ACનાં 85થી 100 ટકા કમ્પોનેન્ટ આયાત કરવામાં આવે છે.

DGFTએ શું કહ્યું

વિદેશ વ્યાપારની સુચનામાં કહેવામાં આવ્યું છે કે રેફ્રિજરેંટ્સની સાથે એર કંડિનશનરની આયાતને લઇને નિતી સંશોધિત પણ થઇ ગઇ છે, તેના હેઠળ આ મુક્ત શ્રેણીથી હટાવીને પ્રતિબંધાત્મક યાદીમાં નાખવામાં આવ્યા છે, રિપ્લટ અને વિંડો અથવા તમામ પ્રકારનાં એર કંડિશનરની આયાત પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, ભારતમાં ઘણી વિદેશી કંપનીઓએ પોતાનો પ્લાન્ટ લગાવી રાખ્યા છે, તેમના બિઝનેશ પર  કોઇ અસર નહીં થાય.

જુલાઇ મહિનામાં ભારત સરકારે રંગીન ટીવી સેટની આયાત પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે, ચીનથી મોટા પ્રમાણમાં કલર ટીવી ભારત મંગાવવામાં આવતા હતાં, પરંતું સરકારે તેના ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે, જુનમાં સરકારે કાર, બસો અને મોટર સાયકલમાં ઉપયોગ થનારા નવા ન્યુમૈટિક ટાયર પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે સરહદે ચીનની સેનાની હરકતો બાદ દેશમાં ચીન વિરૂધ્ધ એક નકારાત્મક માહોલ બન્યો છે, ટિક ટોક, વી ચેટ સહિતની ચાઇનીઝ એપ્સ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, એટલું જ નહીં ચાઇનીઝ કંપનીઓને મળેલા ટેન્ડરો પણ કેન્સલ કરી દેવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here