ચીનની કોઇ પણ ચાલને નિષ્ફળ બનાવવા માટે ભારતે લદ્દાખમાં બનાવી ટનેલ

ચીનની કોઇ પણ ચાલને નિષ્ફળ બનાવવા માટે ભારતે લદ્દાખમાં બનાવી ટનેલ

નવી દિલ્હી, 22 નવેમ્બર 2020 શનિવાર

પુર્વી લદ્દાખમાં મહિનાથી ચાલી રહેલી તંગદીલીને શાંત કરવા માટે ભારત-ચીન સતત બેઠકો કરી રહ્યા છે, ત્યાં જ ચીનનાં મિડિયાએ એક પ્રોપેગેન્ડા ફેલાવાથી પાછળ નથી હટી રહ્યું, તાજેતરમાં જ લદ્દાખમાં થયેલી અથડામણ દરમિયાન ચાઇનીઝ મિડિયાએ માઇક્રોવેવ હથિયારોનાં ઉપયોગની બનાવટી સ્ટોરી ઘડી કાઢી હતી, ચીનનાં ભુતકાળને જોતા ભારત કોઇ પણ પ્રકારની ઢીલાસ નથી રાખી રહ્યું, અને પુર્વી લદ્દાખમાં ડિસ-એન્ગેજમેન્ટને ખુબ જ ધ્યાનથી જોઇ રહ્યું છે, ચીનની કોઇ પણ સંભવિત ઘુશણખોરીનો સામનો કરવા માટે ભારતીય સેના સુરંગ બનાવી રહી છે. 

ભારતીય સેનાનાં જવાનોએ સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ સાથે 29-30 ઓગસ્ટનાં દિવસે મુલાકાત કરીને એલઓસી પર પેંગોગ સોની દક્ષિણ પહાડિયો પર કબજો કરી લીધો હતો, ચીનનાં તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવતા જવાનો ઉંચાઇ પર તૈનાત થઇ ગયા હતાં, ત્યાં જ ચીનનાં મિડિયાએ પ્રોપેગેન્ડા ફેલાવવા માટે માઇક્રોવેવ હથિયારોનાં ઉપયોગનો આ બનાવટી સ્ટોરી બનાવી તો તેને ભારતીય સેનાએ ફેક ન્યુઝ ગણાવ્યા.

ચીને બીજા જાપાન-ચીન યુધ્ધમાં જાપાનીઝ સેના વિરૂધ્ધ સફળતાપુર્વક ટનેલ ડિફેન્સનો ઉપયોગ કર્યો હતો, પીએલએએ લ્હાસા એર બેઝ પર એરક્રાફ્ટ અને સાઉથ ચાઇના સીમાં હાવેલા હૈનાન ટાપુઓમાં ન્યુક્લિયર બેલેસ્ટીક મિસાઇલ સબમરિન માટે ટનેલ સેલ્ટર તૈયાર કર્યા છે.

ઉચ્ચ સૈન્ય કમાન્ડરોનાં જણાવ્યા પ્રમાણે ભારતીય સેનાએ દુશ્મનોનાં હુમલાથી જવાનોને બચાવવા માટે સુરંગો દ્વારા શેલ્ટર્સ સુધી મોટા વ્યાસનાં ક્રોંન્ક્રિટ પાઇપો પાથર્યા છે, જેનાથી હુમલા દરમ્યાન દુશ્મન દેશ આશ્ચર્યચકિત બની જાય, રિઇફોસ્રડ કોન્ક્રિટ પાઇપનો વ્યાસ 6થી 8 ફિટ સુધી હોય છે, તેનાં દ્વારા જવાનો એક સ્થળેથી બીજા સ્થળે જઇ શકે છે, સુરંગોનો બીજો ફાયદો તે પણ હોય છે, કે તેમને ખુબ જ કાતિલ ઠંડી હોવા છતા અંદરથી ગરમ કરી શકાય છે, અને જવાનો માટે શેલ્ટર્સનું કામ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here