ઘાયલ પક્ષીઓની બચાવ કામગીરી માટે યુવાનો પણ આગળ આવ્યા

સુરત, 14 જાન્યુઆરી, ગુરુવાર

ઉતરાયણમાં ધારદાર દોરીને કારણે અનેક માસુમ પક્ષીઓ પોતાનો જીવ ગુમાવે છે. જેથી પક્ષીઓને બચાવવા યુવાનો સ્વૈચ્છિક રીતે આગળ આવ્યા છે. કોરોના અને બર્ડ ફલૂને કારણે પીપીઈ કીટ પહેરીને ફ્રન્ટલાઈન વોરિયર્સ પક્ષીઓની બચાવ કામગીરી કરશે

પક્ષીઓને બચાવવા માટે અનેક જીવદયાપ્રેમી સંસ્થાઓએ રેસ્ક્યુ ટીમ અને ડોક્ટરોની ટીમને સ્ટેન્ડ બાય કરી દીધી છે. દવા અને જરૂરી ચીજ વસ્તુઓના જથ્થો લાવી દેવાયો છે. પક્ષીઓની બચાવ કામગીરીમાં જોડાયેલા ફ્રન્ટલાઈન વોરિયર્સને ખાસ પીપીઈ કીટ અપાઈ છે એમ નેચર કલબે જણાવ્યું હતું. વોલેન્ટીયર તરીકે જોડાવા માટે યુવાઓ સામેથી નામ નોંધાવી રહ્યા છે. તેઓ પતંગ નહી ચગાવવાનો પણ સંકલ્પ કરી રહ્યા છે. વેસુ ખાતે બર્ડ હોસ્પિટલ તૈયાર કરી દેવાય છે. 9 વેટરનરી ડોકટર, ઈન્ટર્ન અને આસિસ્ટન્ટની સાથે 60 વોલેન્ટીયર્સની ટીમ 24 કલાક કામ કરશે. કોલ સેન્ટર, ઓપરેશન થિયેટર, રિહેબીલીટેશન સેન્ટર અને આઈસોલેશન વોર્ડ પણ તૈયાર કરાયા છે.

કૃણાલભાઈએ કહ્યું કે, હાલ હોસ્પિટલમાં ત્રણથી ચાર ઘવાયેલા પક્ષીઓની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here