ગ્લોબલ હંગર ઈન્ડેક્સ: 107 દેશોમાં ભારત 94માં ક્રમે, 14% વસ્તી છે કુપોષણનો શિકાર

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ: 107 દેશોમાં ભારત 94માં ક્રમે, 14% વસ્તી છે કુપોષણનો શિકાર

નવી દિલ્હી, તા. 17 ઓક્ટોબર 2020, શનિવાર

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2020નો રિપોર્ટ જાહેર થઈ ગયો છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતની રેન્કિંગ સુધરી છે પરંતુ હજુ પણ ભારત ઘણાં પાડોશી દેશોથી પાછળ ચાલી રહ્યું છે. આ દેશોમાં નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા જેવા દેશો સામેલ છે.

ભારત 107 દેશોની યાદીમાં 94માં ક્રમે આવ્યું છે. માત્ર 13 દેશો જ એવા છે જેમાં ભારત આગળ છે. આ દેશ રવાંડા, નાઈઝિરીયા, અફઘાનિસ્તાન, લીબિયા, મોજામ્બિક અને ચાડ છે.

ગ્લોબલ હંગર ઈન્ડેક્સના રિપોર્ટ પ્રમાણે 27.1 સ્કોર સાથે ભારતમાં ભુખના મામલે સ્થિતિ ગંભીર છે. રિપોર્ટનું માનીએ તો ભારતમાં લગભગ 14% વસ્તી કુપોષણનો શિકાર છે.

જોકે ભારતના રેંકિંગમાં આ વર્ષે સુધારો થયો છે. ગત વખતે 117 દેશોમાં ભારતની રેંકિંગ 102 હતું, પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે આ વર્ષે કુલ દેશોની સંખ્યા પણ ઘટી ગઈ છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2019ના રિપોર્ટમાં ચીન 25માં સ્થાને, બાંગ્લાદેશ 88માં, નેપાળ 73માં, મ્યાનમાર 69માં અને શ્રીલંકા 66માં સ્થાને હતું. બેલારૂસ, યુક્રેન, તુર્કિ અને કુવૈત અવ્વલ સ્થાને રહ્યાં.

ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં જે દેશોનો સ્કોર નીચે રહે છે તેમને ઉંચી રેંકિંગ મળે છે અને જેનો સ્કોર વધારે હોય છે તેમને ઓછી રેંકિંગ મળે છે. આ હિસાબે ભારતને ખરાબ રેંકિંગ મળી છે.

ભુખમરીને લઈને ભારતમાં સંકટ યથાવત્ છે. ભારતમાં બાળકોમાં કુપોષણની સ્થિતિ ભયાનક છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ કોઈ દેશમાં કુપોષિત બાળકોના પ્રમાણમાં પાંચ વર્ષની ઓછી ઉંમરવાળા બાળકો જેનું વજન કે લંબાઈ ઉંમરના હિસાબથી ઓછી છે અને પાંચ વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકોમાં મૃત્યુદરના આધાર પર તૈયાર કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here