ગોંડલ નજીક અકસ્માતમાં પિતા-પુત્રનાં કરૂણ મોત

ગોંડલ નજીક અકસ્માતમાં પિતા-પુત્રનાં કરૂણ મોત

ગોંડલ,તા. તા. 17 ઑક્ટોબર, 2020, શનિવાર

ગોંડલ થી ગુંદાળા જતા માગઁ પર વહેલી સવારનાં સર્જાયેલ કાર અકસ્માતમાં મોટી પાનેલીનાં કર્મકાંડી વિપ્ર પિતા પુત્ર નાં મોત નિપજતાં પરીવાર માં કલ્પાંત મચી જવાં પામ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ઉપલેટાનાં મોટી પાનેલી રહેતાં અને કર્મકાંડનો વ્યવસાય કરતાં વિપ્ર રાજુભાઈ કાંતિભાઇ ઠાકર (ઉ.૫૫) અને તેમનાં પુત્ર  કશ્યપભાઈ (ઉ.૨૮) બે દિવસ પહેલાં ગોંડલ ખોડીયારનગરમાં રહેતાં સાળા પંકજભાઇ જોશીને ત્યાં ધાર્મીક પ્રસંગ હોવાથી આવ્યાં હતાં.આજે મારુતી ફ્રન્ટી કાર માં વહેલી સવારે મોટી પાનેલી પરત ફરી રહયાં હતાં ત્યાંરે ગુંદાળા નજીક અજાણ્યા વાહને ઠોકર મારતાં મારુતી કારનો બુકડો બોલી ગયો હતો. 

અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા રાજુભાઈ તથાં પુત્ર કશ્યપભાઈનાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. કશ્યપભાઈ બે ભાઇનાં પરીવાર માં મોટાં હતાં.તેમનાં લગ્ન દોઢ વર્ષ પહેલાં થયા હતા અને પિતા સાથે કમઁકાંડ નું કામ કરતાં હતાં. પરીવારનાં મોભીસમાં પિતા પુત્રનાં મોત નિપજતાં પરીવારમાં કલ્પાંત મચી જવાં પામ્યો હતો.બનાવનાં પગલે ઘટનાં સ્થળે દોડી ગયેલ તાલુકા પોલીસે બન્ને મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરીહતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here