ગુજસીટોક એકટનાં ભંગ બદલ આસીફ ટામેટા અને બે સાગરીતોને 11 દિવસના રિમાન્ડ

સુરત,તા.19  ડીસેમ્બર 2020મંગળવાર

ગુજસીટોક
એક્ટના ભંગ બદલ સુરત ક્રાઈમ બ્રાંચે ગઈકાલે આસીફ 
ટામેટા ગેંગના મુખ્ય કર્તા હર્તા આસીફ ટામેટા સહિત અન્ય બે આરોપીઓની ધરપકડ
કરી આજે 15 દિવસના રિમાન્ડની માંગ સાથે ખાસ અદાલતમાં રજુ કર્યા હતા.જેથી કોર્ટે
ગુનાની ગંભીરતાને લક્ષમાં લઈ ત્રણેય આરોપીઓને આગામી તા.9મી જાન્યુઆરી સુધી એટલે કે 11 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

સુરત ક્રાઈમ
બ્રાંચે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એક્ટના ભંગ બદલ ગઈ તા.27મી
નવેમ્બરના રોજ આસીફ ટામેટા ગેંગના કુલ 14 જેટલા આરોપીઓ વિરુધ્ધ ફોજદારી ફરિયાદ નોંધી
હતી. કેસમાં ગઈકાલે મુખ્ય આરોપી મુઝફ્રઅલી ઉર્ફે આસીફ ટામેટા જાફરઅલી સૈયદ (રે.એસએમસી
ઉમરવાડા ટેનામેન્ટ
, સલાબતપુરા) મૂળ મહારાષ્ટ્ર જલગાંવ જીલ્લાના વતની  સમીર ઉર્ફે સમીર ચુહા સલીમ શેખ (રે.ઈસ્લામપુરા,
સલાબતપુરા) મૂળ ઉત્તરપ્રદેશના ફતેપુરના વતની આરોપી મહમદ આમીર ઉર્ફે છોટા
ટાયગર ઉર્ફે કાલીયા હીમાયતહુશેન શેખ (રે.પદ્માવતી સોસાયટી
,લિંબાયત)ની
ધરપકડ કરી હતી.

આજે
ત્રણેયને ગુજસીટોક કેસોની ખાસ અદાલતમાં રજૂ કરી તપાસ અધિકારી એસીપી આર.આર.સરવૈયાએ
કુલ 17 કારણોસર આરોપીઓના 15 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેની સુનાવણીમાં
સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ જણાવ્યું હતું કે આરોપી આસીફ ટામેટા ગેંગનો મુખ્ય
લીડર છે. તેણે સંગઠીત ગુના આચરતી ટોળકી ક્યારથી બનાવી
, કોણ કોણ આરોપીઓ
ક્યારથી જોડાયા તેની જાણકારી મેળવવાની છે. આરોપી ગેંગ લીડરને ગેંગ ચલાવવા પડદા
પાછળ કોઈ અન્ય મોટા માથાની આર્થિક મદદ મળતી હોવાની સંભાવના છે. આસીફ ટામેટાએ અપહરણ
,
ખંડણી સહિતના ગુના આચરી પોતે તથા સાગરિતોએ કેટલો આર્થિક લાભ મેળવ્યો
છે
? ગેંગના આર્થિક વ્યવહારો સહિત વસાવેલી સ્થાવર-જંગમ
મિલકતોની તપાસ કરવાની છે. આરોપીઓએ અલગ અલગ જગ્યાએ અન્ય ક્યા ક્યા ગુના આચર્યા છે
?
જેલમાં રહીને પણ આરોપીએ 
પોતાના સાગરિતો મારફતે ગેરકાયદે પ્રવૃત્તિ હાથ ધરી હોવાની માહિતીની ખરાઈ
કરવાની છે.

આસીફ ટામેટા ગેંગ વિરુધ્ધ 10 વર્ષમાં 8  ગુના નોંધાયા છે

ગઈકાલે
ગેંગના મુખ્ય લીડર આરોપી મુજફફરઅલી ઉર્ફે આસીફ ટામેટા સૈયદનો ડીંડોલી પોલીસ મથકમાં
નોંધાયેલા હત્યાના ગુનામાં લાજપોર જેલમાંતી કબજો મેળવ્યો છે. આરોપી આસીફ ટામેટા
વિરુધ્ધ ગેંગનું સંચાલન કરી હત્યા
,
હત્યાનો પ્રયાસ, જીવલેણ હુમલો,અપહરણ,ખંડણી,મારામારી, વ્યથા પહોંચાડવી, રાયોટીંગ, ચોરી
જાહેર સુલેહ શાંતિના ભંગ તથા ધમકી આપવા સહિતના આઠ ગુના નોંધાયા છે. જ્યારે ડીસીબી
,
સલાબતપુરા, ઉધના, સલાબતપુરા,
લિંબાયત વગેરે પોલીસ મથકમાં પણ અલગ અલગ 10 જેટલા ગુના નોંધાયા છે.

 

સહ આરોપી
સમીર ઉર્ફે સમીર ચૂહા સલીમ શેખ વિરુદ્ધ ખુનની કોશિષ
, અપહરણ, ખંડણી, ચોરી, વ્યથા, ગુનાઈત ધમકી, એટ્રોસીટી એક્ટના ભંગ સહિત કુલ સાત ગુના
નોંધાયા છે.

આરોપી
મહમદ આમીર ઉર્ફે છોટા ટાયગર ઉર્ફે કાલીયા હિમાયતહુશેન શેખ વિરુધ્ધ ચાર જેટલા આ જદ
પ્રકારના ગુના ઉપરાંત આર્મ્સ એક્ટના ચાર ગુના નોંધાયા છે.

 ગેંગને આતંકવાડી સંગઠનન તરપથી ફન્ડિંગ મળતું
હોવાની આશંકા


ગેંગ આંતર રાજ્ય ગુનામાં સંડોવાયા હોય આતંકવાદી સંગઠનના સભ્ય તરફથી ફંડીગ મળતું
હોવાની આશંકાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીઓ તાજેતરમાં યુપીના હિંદુ
સંગઠનના નેતા કમલેશ તિવારીની હત્યામાં સંડોવાયા છે. આરોપીઓ પાસે ગેરકાયદે હથિયારો
છુપાવવામાં આવ્યા હોવા તથા હથિયાર પુરા પાડનાર શખ્શોની પણ તલાશ હાથ ધરવામાં આવી
રહી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here