ગુજરાત પ્રવાસે આવેલા ગૃહમંત્રી અમિત શાહે માણસામાં કુળદેવીના દર્શન કર્યા

ગુજરાત પ્રવાસે આવેલા ગૃહમંત્રી અમિત શાહે માણસામાં કુળદેવીના દર્શન કર્યા

ગાંધીનગર, તા. 18 ઓક્ટોબર 2020 રવિવાર 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. પ્રથમ નોરતાની પહેલી રાત્રે શાહે માણસામાં આવેલા પોતાના કુળદેવી માતાના દર્શન કર્યા હતા. અમિત શાહ દર વર્ષે નવરાત્રિમાં પરિવાર સાથે માતાજીના દર્શન કરવા માટે આવે છે.

અમિત શાહના આગમનથી દિવસમાં અનેક મંત્રીઓ અને હોદ્દેદારો તેમને મળવાની ઇચ્છા સાથે આવ્યા હતા. જો કે શાહે કોઇ સાથે મુલાકાત ટાળી હતી. તેઓ પ્રદેશના નેતાઓ અને સરકારના મંત્રીમંડળ સાથે મુલાકાત યોજે તેવી શક્યતા છે.

અમિત શાહ પહેલાથી જ માણસાના બહુચર માતાજી પર ખુબ જ આસ્થા ધરાવે છે. તેઓ ભાજપના કાર્યકર, ધારાસભ્ય, રાજ્યના ગૃહમંત્રી, રાષ્ટ્રીય અધ્યક્ષ અને હવે દેશના ગૃહમંત્રી હોવા છતા પણ દર નવરાત્રીએ માતાજીના દર્શન કરવા માટે આવતા રહે છે. શાહ પરિવાર દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here