ગુજરાતમાં 31 દિવસ બાદ કોરોનાના 1,100થી ઓછા કેસ

અમદાવાદ, શુક્રવાર

ગુજરાતમાં કોરોનાના
કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦૭૫ નવા
કેસ નોંધાયા છે. આમ, ગુજરાતમાં ૩૧ દિવસમાં પ્રથમવાર કોરોનાના કેસનો આંક ૧૧૦૦થી નીચે
આવ્યો છે. આ સાથે જ કુલ કેસનો આંક હવે ૨,૩૩,૨૬૩ છે. હાલમાં ૧૨૩૬૦ એક્ટિવ કેસ છે જ્યારે
૬૪ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૯ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે
૪૨૨૦ છે. ડિસેમ્બરના ૧૮ દિવસમાં કોરોનાના કુલ કેસનો આંક ૨૩૪૮૩ છે જ્યારે કુલ મરણાંક
૨૩૧ છે.

છેલ્લા ૨૪ કલાકમાં
અમદાવાદ શહેરમાંથી ૨૨૧-ગ્રામ્યમાંથી ૧૧ એમ ૨૩૨ નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ અમદાવાદમાં
કોરોનાના કુલ કેસનો આંક હવે ૫૫૧૫૦ છે. આ પૈકી ૫૦૭૭ કેસ ડિસેમ્બરના ૧૮ દિવસમાં જ નોંધાયેલા
છે. સુરત શહેરમાં ૧૩૯-ગ્રામ્યમાં ૩૪ એમ ૧૭૩ સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે ૪૭૩૮૦
છે. સુરતમાં ડિસેમ્બરના ૧૮ દિવસમાં કોરોનાના ૩૭૫૨ કેસ નોંધાયેલા છે. વડોદરા શહેરમાં
૧૦૮-ગ્રામ્યમાં ૪૧ એમ ૧૪૯, રાજકોટ શહેરમાં ૮૬-ગ્રામ્યમાં ૩૬ એમ ૧૨૨ નવા કેસ સામે આવ્યા
છે. વડોદરામાં કોરોનોના કુલ કેસનો આંક હવે ૨૩ હજારને પાર થઇને ૨૩૦૮૧ છે. અન્ય જિલ્લાઓ
કે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા છે તેમાં ૪૫ સાથે ગાંધીનગર, ૩૩
સાથે મહેસાણા-સાબરકાંઠા, ૨૫ સાથે કચ્છ-પંચમહાલ, ૨૩ સાથે બનાસકાંઠા-દાહોદ, ૨૧ સાથે જામનગરનો
સમાવેશ થાય છે.

છેલ્લા ૨૪ કલાકમાં
અમદાવાદમાંથી સૌથી વધુ ૪, સુરતમાંથી ૩ જ્યારે વડોદરા-રાજકોટમાંથી ૧-૧ના કોરોનાથી મૃત્યુ
થયા હતા. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨૨૦૧, સુરતમાં ૯૪૫, વડોદરામાં ૨૩૧, રાજકોટમાં
૧૮૮ છે. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર હવે ઘટીને ૧.૮૦% છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી
૨૨૩, સુરતમાંથી ૧૬૧, રાજકોટમાંથી ૧૧૯, વડોદરામાંથી ૧૧૫ એમ સમગ્ર રાજ્યમાંથી કુલ ૧૧૫૫
દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૧૬,૬૮૩ દર્દીઓ સાજા થતાં કોરોનાથી રીક્વરી
રેટ હવે ૯૨.૮૯% છે. કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો હોવા છતાં હજુ ૫,૧૩,૬૨૩ વ્યક્તિ
હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫૪૭૫૭ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો
આંક ૮૯,૪૪,૭૨૨ છે.

કોરોનાના સૌથી
વધુ એક્ટિવ કેસ ઃ ગુજરાત આઠમાં સ્થાને

રાજ્ય       એક્ટિવ કેસ

મહારાષ્ટ્ર       ૬૦,૯૦૫

કેરળ            ૫૮,૮૯૫

પ.બંગાળ       ૧૯,૫૯૭

ઉત્તર પ્રદેશ     ૧૮,૧૫૦

છત્તીસગઢ      ૧૭,૪૦૭

કર્ણાટક          ૧૫,૨૦૫

રાજસ્થાન       ૧૩,૬૪૭

ગુજરાત        ૧૨,૩૬૦

મધ્ય પ્રદેશ     ૧૨,૧૫૬

દિલ્હી          ૧૧,૪૧૯

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here