ગુજરાતમાં ૧,૧૬૧ને કોરોના : ૫૩ દિવસ બાદ સૌથી ઓછા એક્ટિવ કેસ

અમદાવાદ, શનિવાર

ગુજરાતમાં કોરોનાના
દૈનિક ૧૨૦૦થી ઓછા કેસ નોંધાવવાનો ક્રમ સતત સાતમાં દિવસે યથાવત્ રહ્યો છે અને છેલ્લા
૨૪ કલાકમાં ૧૧૬૧ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો
આંક હવે ૧,૫૮,૬૩૫ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૯ સાથે કોરોનાથી કુલ મરણાંક ૩૬૨૯ છે.
ગુજરાતમાં હાલ ૧૪૫૮૭ એક્ટિવ કેસ છે જ્યારે ૭૯ દર્દી વેન્ટિલેટર પર છે. આમ, ગુજરાતમાં
એક્ટિવ કેસનો આંક ૧૪૬૦૦થી નીચે આવ્યો હોય તેવું ૨૫ ઓગસ્ટ બાદ એટલે કે ૫૩ દિવસમાં પ્રથમવાર
બન્યું છે.

સુરતમાં શુક્રવારની
સરખામણીએ કોરોનાના દૈનિક કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરત
શહેરમાં ૧૭૧-ગ્રામ્યમાં ૬૮ સાથે વધુ ૨૩૯ કેસ 
સામે આવ્યા હતા. આમ, સુરતમાં કોરોનાના કુલ કેસ હવે ૩૩,૬૮૯ છે. અમદાવાદ શહેરમાં
૧૬૮-ગ્રામ્યમાં ૧૫ એમ વધુ ૧૮૩ સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે ૪૦ હજારને પાર થઇને
૪૦,૦૨૭ થઇ ગયો છે. વડોદરા શહેરમાં ૭૪-ગ્રામ્યમાં ૪૨ સાથે વધુ ૧૧૬, રાજકોટ શહેરમાં ૭૧-ગ્રામ્યમાં
૩૭ સાથે વધુ ૧૦૮, જામનગર શહેરમાં ૫૦ -ગ્રામ્યમાં ૨૪ સાથે વધુ ૭૪ કેસ નોંધાયા હતા. ગુજરાતના
અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૪૧ સાથે મહેસાણા-જુનાગઢ,
૩૯ સાથે ગાંધીનગર, ૩૩ સાથે પાટણ, ૨૭ સાથે ભરૃચ, 
૨૪ સાથે સાબરકાંઠા, ૨૧ સાથે મોરબીનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

છેલ્લા ૨૪ કલાકમાં
રાજકોટમાંથી સૌથી વધુ ૩, અમદાવાદ-સુરતમાંથી ૨ જ્યારે ગીર સોમનાથ-વડોદરામાંથી ૧-૧ વ્યક્તિના
કોરોનાથી મૃત્યુ થયા હતા. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર હવે ૨.૩૦% છે. રાજ્યના જે જિલ્લામાં
કોરોનાથી સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે તેમાં ૧૮૬૮ સાથે અમદાવાદ, ૮૧૭ સાથે સુરત, ૨૦૩
સાથે વડોદરા, ૧૫૫ સાથે રાજકોટ અને ૮૬ સાથે ગાંધીનગરનો સમાવેશ થાય છે. છેલ્લા ૨૪ કલાકમાં
૧૨૭૦ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. જેમાં સૌથી વધુ ૨૮૬ સુરત, ૧૭૯ અમદાવાદ, ૧૬૭ વડોદરા
અને ૧૪૯ રાજકોટમાંથી છે. અત્યારસુધી કુલ ૧,૪૦,૪૧૯ દર્દીઓ  કોરોનાથી સાજા થયા છે અને રીક્વરી રેટ ૮૮.૫૨% છે.
ગુજરાતમાં હાલ ૫,૪૯,૪૭૯ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫૨૭૪૬
સાથે કોરાના કુલ ટેસ્ટનો આંક હવે ૫૩,૨૨,૨૮૮ થયો છે. 

ગુજરાતના કયા
જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ?

જિલ્લો     ૧૭ ઓક્ટો.     કુલ
કેસ

સુરત       ૨૩૯         ૩૩,૬૮૯

અમદાવાદ ૧૮૩         ૪૦,૦૨૭

વડોદરા    ૧૧૬         ૧૪,૨૦૬

રાજકોટ    ૧૦૮         ૧૧,૪૪૬

જૂનાગઢ     ૪૧            ૩,૩૭૧

મહેસાણા    ૪૧            ૩,૪૧૦

ગાંધીનગર  ૩૯            ૪,૩૮૫

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here