ગુજરાતમાં કોરોનાની સેકન્ડ ઇનિંગ : નવાં 1420 કેસ, 7 મોત

અમદાવાદ, શુક્રવાર

ગુજરાતમાં કોરોનાને કાબૂમાં લેવાના અનેક સરકારી અને રાજકીય
દાવાઓ છતાં કોરોનાએ સેકન્ડ ઇનિંગની શરૃઆત કરી દીધી છે.  રાજ્યમાં આજે ૫૪ દિવસ બાદ ૧૪૦૦થી વધુ કેસ
નોંધાયા છે
, છેલ્લે
૨૮મી સપ્ટેમ્બરના રોજ ૧૪૦૪ કેસ નોંધાયા હતા અને હવે ફરી આજે ૧૪૨૦ કેસ નોંધાયા છે
અને છેલ્લાં ૨૪ કલાકમાં સાત કોરોના દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં પણ
ફરી વુહાન જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે અને આજે અમદાવાદમાં ૩૨૮ કેસ નોંધાયા છે.

ગત એક અઠવાડિયાથી કોરોનાના કેસોમાં નોંધાયેલા ઉત્તરોત્તર
વધારાના કારણે ગુજરાત હવે કોરોનાના કેસોમાં સમગ્ર દેશમાં અગિયારમાં ક્રમાંકે
પહોંચી ગયું છે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી કોરોના કેસોમાં ચૌદમા કે પંદરમા
ક્રમાંકે રહેતું ગુજરાત અત્યારે અગિયારમા ક્રમાંકે છે. રાજ્યમાં આજે સૌથી વધુ
અમદાવાદમાં ૩૨૮
, સુરતમાં
૨૪૬
, વડોદરામાં
૧૫૫
, રાજકોટમાં
૧૩૮ કેસ નોંધાયા છે.

છેલ્લાં ૨૪ કલાકમાં અમદાવાદમાં ત્રણ, સુરતમાં બે, પાટણમાં એક અને
રાજકોટમાં એક એમ કુલ સાત કોરોના દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે આ દર્દીઓના
મૃત્યુ માત્ર કોરોનાના કારણે જ થયા છે
,
કોમોર્બિડ એટલે કે કોરોના ઉપરાંતની કોઇ બીમારી ધરાવતા કોરોના દર્દીઓના
મૃત્યુને સરકાર દ્વારા કોરોના મૃત્યુ ગણવામાં આવતા નથી અને તેના આંકડા પણ જાહેર
કરવામાં આવતા નથી.

આજે નોંધાયેલા નવાં કેસો બાક રાજ્યમાં કુલ કેસનો આંકડો ૧,૯૪,૪૦૨ થયો છે અને
કુલ મોતનો આંક૩૮૩૭ થયો છે. અત્યારે એક્ટિવ કેસની કુલ સંખ્યા ૧૩
,૦૫૦ છે, જે પૈકી ૯૨
દર્દીઓ વેન્ટિલેટર પર અને ૧૨
,૯૫૮
દર્દીઓ સ્ટેબલ છે.  ૧૪૨૦ નવાં કેસો સામે
આજે ૧૦૪૦ દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કુલ ડિસ્ચાર્જનો
આંક ૧
,૭૭,૫૧૫ પર પહોંચ્યો
છે. હાલની પરિસ્થિતિએ સમગ્ર રાજ્યમાં ૪
,૯૩,૭૩૮ વ્યક્તિઓ
ક્વોરન્ટાઇન હેઠળ છે
, જે પૈકી
,૯૩,૬૪૩ વ્યક્તિઓ હોમ
ક્વોરન્ટાઇન હેઠળ અને ૯૫ વ્યક્તિ ફેસિલિટી ક્વોરન્ટાઇન હેઠળ છે.

 

અમદાવાદમાં બરાબર છ મહિના ૩૦૦થી વધુ કેસ

અમદાવાદમાં આજે બરાબર છ મહિના બાદ ૩૦૦થી વધુ કેસ નોંધાયા છે, છેલ્લે ૨૦મી જૂને
અમદાવાદમાં ૩૦૬ કેસ નોંધાયા હતા અને ત્યારબાદ કેસોમાં ધીમે-ધીમે ઘટાડો નોંધાયો હતો
, ત્યારબાદ આજે
અમદાવાદમાં ફરી ૩૨૮ કેસ નોંધાયા છે. જૂન મહિનામાં ૩૪૪ કેસો નોંધાયા બાદના
સમયગાળામાં કેસોમાં ધરખમ ઘટાડો યથાવત્ રહેતા લોકો અને સરકાર નિશ્ચિંત થઇ ચૂકી હતી
કે અમદાવાદમાં કોરોનાનો
પિકનો સમયગાળો જતો
રહ્યો છે
, તેથી હવે
ડરવાની જરૃર નથી
, પરતં હવે
સર્જાયેલી પરિસ્થિતિએ વધુ ચિંતા જન્માવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here