ગુજરાતના 4 શહેરમાં દિવસે પણ કરફ્યુ લદાય તેવી શકયતાઓ, સાંજે થશે મોટી જાહેરાત

ગુજરાતના 4 શહેરમાં દિવસે પણ કરફ્યુ લદાય તેવી શકયતાઓ, સાંજે થશે મોટી જાહેરાત

અમદાવાદ, તા. 22 નવેમ્બર 2020, સોમવાર

ગુજરાતમાં કોરોનાથી દિવસેને દિવસે ભયાવહ પરિસ્થિતિ સર્જાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1515 વ્યક્તિ કોરોનાના સંક્રમણમાં સપડાઇ છે. ગુજરાતમાં કોરોનાએ 1500ની સપાટી વટાવી હોય તેવું સૌપ્રથમવાર બન્યું છે.

કોરોના સંક્રમણ ના વધે તે માટે અમદાવાદમાં 57 કલાકનો કરફ્યુ લાદવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ અન્ય ત્રણ મોટા મહાનગરોમાં પણ જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણમાં ના વધારો થાય તે માટે કરફ્યુ લાગવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આગમી સમયમાં વર્તમાન પરિસ્થિતિ અંતર્ગત ચાર મહાનગરોમાં અને અન્ય શહેરોમાં દિવસ દરમ્યાનના અમુક કલાકો અને સંપૂર્ણ રાત્રી કરફ્યુ લદાય તેવી અટકળો સેવાઈ રહી છે.

તેમાં અગાઉ જે પ્રકારે છુટ-છાટ આપાવમાં આવી હતી તે પ્રકારે આ વખતે પણ છૂટ-છાટ મળી શકે છે.

– સવારના 6 વાગ્યા થી 10 વાગ્યા સુધી અને સંધ્યાકાળે 4 થી 8માં મળી શકે છૂટ-છાટ

– મહિલાઓને થોડાક સમય માટે મળી શકે છે કર્ફયુ માંથી છૂટ-છાટ

– અતિ-આવશ્યક જીવનજરૂરિયાતની વસ્તુઓ મળી શકશે

– દૂધ, અનાજ કરિયાણું, દવાઓ, શાકભાજી મળશે

– વેપાર-ધંધા બંધ રહે તેવી શક્યતાઓ

– લોકડાઉન માટે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કર્યા બાદ લઈ શકે છે નિર્ણય

ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1515 વ્યક્તિ કોરોનાના સંક્રમણમાં સપડાઇ છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 1,95,917 થઇ ગયો છે. હાલ 13285 એક્ટિવ કેસ છે જ્યારે 95 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 9 સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 3846 છે. છેલ્લા 24 કલાકની સિૃથતિ પ્રમાણે ગુજરાતમાંથી પ્રત્યેક મિનિટે 1થી વધુ વ્યક્તિને કોરોનાની ઝપેટમાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here