ગુજરાતના છેલ્લા 24 કલાકમાં 1161 નવા કેસ નોંધાયા, 1270 સ્વસ્થ થયાં, 9ના મોત

ગુજરાતના છેલ્લા 24 કલાકમાં 1161 નવા કેસ નોંધાયા, 1270 સ્વસ્થ થયાં, 9ના મોત

અમદાવાદ, તા. 17 ઓક્ટોબર 2020, શનિવાર

રાજ્યમાં દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોની સંખ્યમાં છેલ્લા ઘણાં દિવસથી ઘટાડો થયો છે. પહેલાની સરખામણીએ હવે રાજ્યમાં દરરોજ નોંધાતા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 1100-1200 વચ્ચે રહે છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1161 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1270 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 09 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3629 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 140,419 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.

આજે સમગ્ર ગુજરાતમાં કુલ 52,746 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 53,22,288 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,49,479 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,49,199 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તો 280 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

આજે નોંધાયેલા કુલ 1161 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 171 અને જિલ્લામાં 68 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 168 અને જિલ્લામાં 15 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 74 અને જિલ્લામાં 42 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 71 અને જિલ્લામાં 37 કેસ, જામનગર કોર્પોરેશન એરિયામાં 50 અને જિલ્લામાં 24 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 79 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 14,509 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 140,419 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3629 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 88.36% છે.

વેક્સિનની ટ્રાયલ અંતિમ તબક્કામાં

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું છે કે, શિયાળાની સિઝન અને તહેવારોને જોતા કોરોના સામેના જંગમાં આગામી અઢી મહિના ભારે મહત્વના રહેશે. તે માટે આપણી બધાની જવાબદારી છે કે, બેદરકારીના દાખવીએ અને કોરોનાને ફેલાતો અટકાવીએ. દેશમાં કોરોનાની ત્રણ રસીની ટ્રાયલ અંતિમ તબક્કામાં છે. જો બધુ જ યોગ્ય રહ્યું તો સ્વદેશી કોરોના વેક્સિનનુ ઉત્પાદન બહુ જલદી શરુ થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here