ખેતરમાં પાથરા પલળતા મગફળીના પાકને નુકસાન

ખેતરમાં પાથરા પલળતા મગફળીના પાકને નુકસાન

આણંદપર, તા.૧૭

આ વર્ષ ખેડૂતો માટે ખુબ જ નબળું રહ્યું છે. સતત વરસતા વરસાદ અને અતિશય વરસાદના કારણે પાકોને ઘણું નુકસાન થયું છે.જેમાં કપાસના પાકને વાધારે પડતા વરસાદના કારણે કપાસનો પહેલો ફાલ આવે તે આવી શક્યો નહોતો તેમજ એરંડાના પાકને નુકસાન થયું હતું. જ્યારે હાલ પાક તૈયારીમાં છે એવા મગફળીના પાકને ખડૂતો દ્વારા ઉખેડીને વાડીની અંદર પાથરા કરવામાં આવ્યા છે. ગત રાત્રીએ પડેલ વરસાદી રૃપી ઝાપટાએ આ પાથારાને પલાળ્યા હતા. આ બાબતે પલીવાડ(યક્ષ)ના ખેડૂત તેમજ કલ્યાણપર ગામના ખેડૂતે જણાવ્યું હતું કે આ વર્ષ પલીવાડ તેમજ આજુબાજુના આણંદપર, સાંયરા, મંગવાણા, જીયાપર,કુરબઈ,માધાપર, મોરગર, દેવપર, કલ્યાણપર, લક્ષ્મીપર, સુખસાણ જેવા ગામોમાં ખેડુતો દ્વારા મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે.આ વર્ષ વરસાદ અતિશય પડવાથી મગફળીના પાકમાં ફુગ જેવો રોગ લાગુ પડયો હતો.આમ સતત વરસાદ તેમજ તડકો ના નિકરવાના કારણે આ પાકમાં ફુગ આવી હતી. આ ફૂગને દૂર કરવા દવાનો છંટકાવ બેાથી ત્રણ વખત કરવો પડયો હતો. આ વર્ષ ખેડુતોની માઠી હોય એવું લાગી રહ્યું છે.

ગત રાત્રીએ આઠ વાગ્યાના આસપાસ જે વરસાદી ઝાપટું પડયું હતું તે મગફળીના પાથારા ભીના થવાથી સુકાયેલા પાથારા પલળ્યા હતા. આઠાથી દસ દિવસ પહેલા મગફળી ઉખેડીને પાથારા કર્યા હતા જે આજે મગફળી કાઢવાની તૈયારી કરી નાખી હતી.પણ આ વરસાદી રૃપી ઝાપટું પડતા મગફળીના પાથારા પલળતા હવે જયારે સુકાશે ત્યારે નીકળશે અને હાલ તડકો નાથી તેમજ હવામાન ખાતાની પણ વરસાદ પડવાની આગાહી છે. પાથારા પલળતા મગફળી કાળી તેમજ બાબલી (દાણો ખોરો) થઈ જાય છે.અને મગફળીનો ચારો પણ કાળો થઈ જાય છે.આમ થવાથી વેપારીઓ ખરીદી કરવામાં આના કાની સાથે ઓછા ભાવમાં ખરીદી કરે છે.  આ પાકમાં ખેડૂતે કરેલ ખર્ચ એળે જાય છે અને આવક કરતા જાવક વાધી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here