ખેડુત આંદોલન: હરિયાણાની BJP-JJP સરકાર મુશ્કેલીમાં, દુષ્યંત ચૌટાલા PM મોદીને મળ્યા

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2021 બુધવાર

 કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતો દ્વારા કરવામાં આવેલા વિરોધને કારણે હરિયાણાની BJP-JJP ગઠબંધન સરકારની મુશ્કેલીઓ વધવા લાગી છે. JJP નેતા અને નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને તેમને સમગ્ર પરિસ્થિતિથી માહિતગાર કર્યા. આ અગાઉ મંગળવારે, ચૌટાલાએ તેમના ધારાસભ્યો સાથે ચર્ચા કર્યા પછી મુખ્ય પ્રધાન મનોહર લાલ અને અન્ય અગ્રણી નેતાઓ સાથે ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા.

ખેડૂત આંદોલનની ઝાળ હવે હરિયાણાની મનોહરલાલ સરકાર સુધી પહોંચવા માંડી છે. સરકારમાં BJPનાં સાથી પક્ષ JJP વચ્ચે આ મુદ્દે ભાગલા પાડી છે, અને તેના અડધાથી વધુ ધારાસભ્યો આંદોલનનાં સમર્થનમાં છે. તેનાથી પરેશાન, ચૌટાલા વહેલામાં વહેલી તકે સમાધાન લાવવા માંગે છે. કોંગ્રેસ પણ ખેડૂત આંદોલન મુદ્દે દબાણ લાવી રહી છે, જેનાથી JJPના ધારાસભ્યોનાં ભંગાણનું પણ જોખમ છે.

આવી સ્થિતિમાં દુષ્યંતે મુખ્ય પ્રધાન સાથે મળીને પહેલા અમિત શાહને આખી પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા અને હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ વાત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો ટૂંક સમયમાં આંદોલનમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નહીં મળે તો દુષ્યંત પણ પોતાની પાર્ટીને બચાવવા માટે એનડીએ સાથેનાં સંબંધોને તોડી શકે છે. JJP પાસે 10 ધારાસભ્યો છે જેમાં સાત ખેડુતોનેનાં મુદ્દાનાં સમર્થનમાં છે.

હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત લગભગ એક કલાક સુધી ચાલી. નાયબ મુખ્યમંત્રી બેઠક બાદ સીધા ચંડીગઢ જવા રવાના થયા. મહત્વનું છે કે શાહ સાથે મુલાકાત બાદ દુષ્યંત ચૌટાલાએ કહ્યું હતું કે  BJP-JJP ગઠબંધન સરકારને કોઈ ખતરો નથી અને આ સરકાર પોતાના પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here