ખાદ્યતેલોમાં ઉતરાણ પૂર્વે મિશ્ર હવામાન

(ગુજરાત સમાચાર કાર્યાલય),        મુંબઈ, તા. 13 જાન્યુઆરી 2021, બુધવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે નવી માગ ધીમી હતી. મકરસંક્રાંતિનો તહેવાર છતાં તેની પૂર્વ સંધ્યાએ નવી માગ અપેક્ષાથી ધીમી રહી હતી. દરમિયાન, હાજર બજારમાં આજે વિવિધ ખાદ્યતેલોના ભાવમાં બેતરફી વધઘટ જોવા મળી હતી જ્યારે વાયદાબદાર નરમ હતી. અમેરિકાના કૃષીબજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનના ભાવ ૪૭૪ પોઈન્ટ તથા સોયાખોળના ભાવ ૧૯૪ પોઈન્ટ ઉછળ્યા હતા. ત્યાં યુએસડીએનો રિપોર્ટ બુલીશ આવ્યાની ચર્ચા હતી. ત્યાં કોટનના ભાવ પણ ઓવરનાઈટ ૧૨૭ પોઈન્ટ ઉછળ્યા હતા જ્યારે સોયાતેલ શાંત હતું. 

મલેશિયા ખાતે આજે પામતેલનો વાયદો નજીકની ડિલીવરીમાં ધીમી તેજી તથા દૂરની ડિલીવરીમાં ધીમો ઘટાડો બતાવી રહ્યો હતો જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ અઢી ડોલર ઉંચકાયા હતા. મલેશિયાએ ફેબુ્રઆરી માટે ક્રૂડ પામ ઓઈલ સીપીઓની નિકાસ પરનો ટેક્સ આઠ ટકા નક્કી કર્યાના નિર્દેશો આજે મળ્યા હતા.

દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૪૧૦ તથા કપાસીયા તેલના રૂ.૧૧૫૦ રહ્યા હતા જ્યારે ઉત્પાદક મથકોએ ભાવ સિંગતેલના રૂ.૧૩૬૦થી ૧૩૭૦, ૧૫ કિલોના રૂ.૨૨૧૦ તથા કોટન વોશ્ડના રૂ.૧૦૮૫ રહ્યા હતા જ્યારે મગફળીના ભાવ મણદીઠ જાતવાર રૂ.૯૫૦થી ૧૧૪૦ રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ હાજર બજારમાં આજે આયાતી પામતેલના ભાવ રૂ.૧૦૮૪ રહ્ય ાહતા.

જ્યારે ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૯૮૪ રહ્યા હતા. ભાવ નરમ હતા. વાયદા બજારમાં આજે સાંજે ભાવ ઘટી સીપીઓના રૂ.૯૭૮ તથા સોયાતેલ વાયદાના રૂ.૧૧૬૦.૪૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે એરંડાનો વાયદો રૂ.૧૪ વધી રૂ.૪૪૨૮ રહ્યો હતો. અમેરિકાના કૃષીબજારોમાં આજે સાંજે સોયાતેલના ભાવ પ્રોજેકશનમાં ૩૧થી ૩૨ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા. સામે સોયાખોળ તથા સોયાબીનના ભાવ પણ ઓવરનાઈટ આંચકા પચાવી આજે સાંજે પ્રોજેકશનમાં ફરી ઉંચા બોલાતા થયાના સમાચાર હતા.

મુંબઈ બજારમાં આજે સોયાબીના ભાવ ડિગમના રૂ.૧૧૫૦ તથા રિફાઈન્ડના રૂ.૧૧૭૫ રહ્યા હતા જ્યારે સનફલાવરના ભાવ રૂ.૧૩૧૦ તથા રિફાઈન્ડના રૂ.૧૩૫૦ બોલાતા હતા.મસ્ટર્ડના ભાવ રૂ.૧૨૮૦ રહ્યા હતા.

 દિવેલના હાજર ભાવ આજે રૂ.ત્રણ વધ્યા હતા જ્યારે હાજર એરંડાના ભાવ રૂ.૧૫ વધી આવ્યા હતા. વાયદા બજાર પણ ઉંચકાઈ હતી. મુંબઈ ખોળ બજારમાં આજે ટનદીઠ ભાવ સનફલાવર ખોળના રૂ.૪૦૦થી ૫૦૦ તથા સોયાખોળના રૂ.૨૫૦ વધ્યા હતા જ્યારે એરંડા ખોળના ભાવ રૂ.૪૦થી ૫૦ નરમ રહ્યા હતા.

 નવી મુંબઈ બંદરે વિવિધ ડિલીવરીના ભાવ સોયાતેલના રૂ.૧૨૦૦ તથા સનફલાવર તેલના રૂ.૧૨૦૦ તથા સનફલાવર તેલના રૂ.૧૩૫૦થી ૧૩૭૦ રહ્યા હતા જ્યારે ચેન્નાઈ બંદરે ભાવ સનફલાવરના વિવિધ ડિલીવરીના રૂ.૧૩૨૦થી ૧૩૫૦ રહ્યા હતા. દરમિયાન, મુંદ્રા- હઝીરા ખાતે વિવિધ ડિલીવરીના ભાવ પામતેલના રૂ.૧૧૦૦થી ૧૧૧૦, સોયાતેલના રૂ.૧૧૮૫થી ૧૧૯૫ તથા સનફલાવરના રૂ.૧૩૮૦થી ૧૩૮૫ રહ્યાની ચર્ચા હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here