ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં રેકોર્ડ તેજી, જાણો તેમાં કેવી રીતે કરી શકાય રોકાણ

નવી દિલ્હી, 17 ડિસેમ્બર 2020 ગુરૂવાર

દુનિયાભરમાં ક્રિપ્ટોકરન્સી (CryptoCurrency) બિટકોઇન (Bitcoin) માં રેકોર્ડ તેજી અવિરત પણે ચાલું છે, મોટા નફાનાં કારણે રોકાણકારો તેમાં રોકાણ કરી રહ્યા છે, ગુરૂવારે પહેલી વખત બિટકોઇન 23000 ડોલરને પાર પહોંચી ગયો, આ વર્ષે બિટકોઇનમાં 220 ટકાની તેજી આવી ચુકી છે, બ્લુમબર્ગનાં જણાવ્યા મુજબ ગુરૂવારે બિટકોઇનની કિંમતમાં 9 ટકાની તેજી આવી અને કિંમત 23,256 ડોલર પહોંચી ગઇ, બિટકોઇન અને બ્લુમબર્ગ ગેલેક્સ ક્રિપ્ટો ઇન્ડેક્સ આ વર્ષે ત્રણ ગુણો થઇ ચુક્યો છે.

ક્રિપ્ટોકરન્સી બિટકોઇન શું છે

અત્રે ઉલ્લેખનિય છે કે ક્રિપ્ટોકરન્સી એક ડિઝીટલ કરન્સી છે, જે બ્લોકચેન ટેકનીક પર આધારીત છે, આ ટેકનીક દ્વારા કરન્સીનાં ટ્રાન્જેક્સનનો આખો હિસાબ હોય છે, ક્રિપ્ટોકરન્સીનું સંચાલન કેન્દ્રીય બેંકથી અલગ હોય છે, જે તેની સૌથી મોટી ખામી છે. 

આ રીતે થાય છે બિટકોઇનમાં ટ્રેડિંગ

બિટકોઇન ટ્રેડિંગ વોલેટ (Digital wallet) દ્વારા થાય છે, બિટકોઇનની કિંમત દુનિયાભરમાં એક સમાન સમયે થાય છે, તેને કોઇ  દેશ નક્કી નથી કરતો પરંતું તે ડિઝીટલી કંન્ટ્રોલ કરન્સી છે, બિટકોઇન ટ્રેડિંગનો કોઇ ચોક્કસ સમય નથી, જેના કારણે  તેની કિંમતમાં વધારો-ઘટાડો પણ ઝડપથી થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here