કોરોના સંક્રમણ વધતા મુકેશ અંબાણીએ લોકોને આપી આ સલાહ

કોરોના સંક્રમણ વધતા મુકેશ અંબાણીએ લોકોને આપી આ સલાહ

નવી દિલ્હી, 21 નવેમ્બર 2020 શનિવાર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (સીએમડી) મુકેશ અંબાણીએ શનિવારે કહ્યુ કે, ભારત કોરોના વાયરસ વિરુદ્ધ પોતાની લડાઈમાં એક મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશ કરી ચુક્યો છે. તેમણે કહ્યું કે, આવા સમયે પહોંચીને હવે ઢિલાસ ન રાખી શકાય. તેમણે કહ્યું કે, સરકાર દ્વારા કરવામાં આવેલા સાહસિક સુધારાથી આવનારા વર્ષોમાં ઝડપથી આર્થિક પુનરૂદ્ધાર અને ખુબ ઝડપી વિકાસ થશે. 

અંબાણીનું આ નિવેદન તેવા સમય આવ્યું છે, જ્યારે દેશના કેટલાક ભાગમાં કોવિડ-19ના કેસ ફરીથી વધવા લાગ્યા છે. આ કારણે તંત્રએ પ્રતિબંધ લગાવવા મજબૂર થવું પડ્યું છે. ઉદાહરણ માટે અમદાવાદમાં રાત્રે કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે, જ્યારે દિલ્હી જેવા શહેરમાં અવર-જવર પર પ્રતિબંધો લાગ્યા છે. અંબાણીએ પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીના આઠમાં દિક્ષાંત સમારોહમાં કહ્યુ, ભારતે કોવિડ-19 મબામાપી વિરુદ્ધ લડાઈમાં એક મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશ કર્યો છે. આપણે આ સમયે ઢિલાઈ ન રાખી શકીએ. અંબાણી આ સંસ્થાના અધ્યક્ષ પણ છે. 

તેમણે કહ્યું કે, ભારતની એક પ્રાચિન ભૂમિ છે અને તેણે ઈતિહાસમાં ઘણી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. ભારત દર વખતે પહેલાથી વધુ મજબૂત બનીને ઉભર્યું છે કારણ કે સ્થિતિસ્થાપકતા લોકો અને સંસ્કૃતિમાં ઉંડી છે. અંબાણીએ સમારોહને આભાસી માધ્યમથી સંબોધિત કરતા કહ્યું કે, કોવિડ-19ના બાદના સમયમાં શાનદાર વૃદ્ધિ જોવા મળી રહી છે. તેમણે ગ્રેજ્યુએટ થઈ રહેલા વિદ્યાર્થીઓને કહ્યું કે, તે ડર છોડી આશા તથા વિશ્વાસની સાથે પરિસરની બહારની દુનિયામાં પ્રવેશ કરે. અંબાણીએ કહ્યુ કે, આર્થિક વૃદ્ધિ આગામી બે દાયકામાં અનપેક્ષિત અવસર પેદા કરશે અને ભારત વિશ્વના ટોપ ત્રણ અર્થવ્યવસ્થાઓમાંથી એક હશે. 

દેશના સૌથી ધનવાન ઉદ્યોગપતિએ કહ્યુ, હજુ દુનિયાની સામે તે વાતનો પડકાર છે કે શું આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના પોતાની અર્થવ્યવસ્થાને આગળ વધારવા માટે ઉર્જાનું ઉત્પાદન કરી શકીએ. હાલ દુનિયામાં જેટલી ઉર્જાની જરૂર પડી રહી છે, આ સદીની મધ્યમાં દુનિયા તેનાથી બમણી ઉર્જાનો ઉપયોગ કરશે. ભારતની પ્રતિ વ્યક્તિ ઉર્જા જરૂરીયાતો આગામી બે દાયકામાં ડબલ થઈ જશે. અંબાણીએ કહ્યું કે, ભારતને આર્થિક મહાશક્તિ બનવાની સાથે સ્વચ્છ તથા હરિત ઉર્જાની મહાશક્તિ બનવાના ડબલ લક્ષ્યને એક સાથે પ્રાપ્ત કરવાની જરૂર છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here