કોરોના મહામારી : યુકેના ડેટ રેટિંગમાં ઘટાડો

કોરોના મહામારી : યુકેના ડેટ રેટિંગમાં ઘટાડો

નવી દિલ્હી, તા. 17 ઓક્ટોબર 2020, શનિવાર

કોરોનાવાઈરસને કારણે અર્થતંત્રને પડેલા જોરદાર ફટકા, બ્રેકઝિટ મુદ્દા  તથા સરકારના બજેટ પ્લાનને લઈને અનિશ્ચિતતાને પરિણામે રેટિંગ એજન્સી મૂડી’સે યુનાઈટેડ કિંગ્ડમ (યુકે)ના ડેબ્ટ રેટિંગમાં ઘટાડો કર્યો છે. 

મૂડી’સે  બ્રિટનના રેટિંગને એએ૨થી ઘટાડી એએ૩ કર્યું છે. બેલ્જિયમ તથા ઝેક રિપબ્લિક પણ આજ રેટિગ્સ ધરાવે છે. વિશ્વના ૬ઠ્ઠા મોટા અર્થતંત્ર બ્રિટન સાત રાષ્ટ્રના સમુહમાં સૌથી વધુ ખરાબ અસર પામ્યું છે.

બ્રિટનનું જાહેર દેવું ૨ ટ્રિલિયન પાઉન્ડસથી  પણ વધી ગયું છે જે તેના જીડીપી કરતા ૧૦૦ ટકા વધુ છે. બ્રિટનનો વિકાસ અપેક્ષા કરતા ઘણો જ નબળો છે અને ભવિષ્યમાં પણ આ નબળાઈ ચાલુ રહેવા વકી છે, એમ મૂડી’સે તેના રિપોર્ટમાં જણાવ્યું છે. 

વીસ દેશોના સમુહમાં બ્રિટન સૌથી મોટા ઘટાડાનો સામનો કરી રહ્યું છે. કોરોનાની મહામારી, સોશ્યલ ડિસ્ટન્સિંગને લઈને તેના સેવા ક્ષેત્ર પર પડેલી ગંભીર અસર તથા કોરોનાના કેસમાં વધારો થવાની શકયતાને કારણે બ્રિટનના અર્થતંત્ર પર ગંભીર અસર પડી છે. 

કોરોનાની મહામારીને હાથ ધરવાની બ્રિટનના વડા પ્રધાનની પદ્ધતિને લઈને તેમણે વિપક્ષો તથા  પોતાના પક્ષના સભ્યોની ટીકાને પાત્ર બનવું પડયું છે. કોરોનાને કારણે યુરોપના અન્ય દેશો કરતા સૌથી વધુ મોત બ્રિટનમાં થયા છે. 

બ્રિટનની બજેટરી શિસ્તતા ખોરવાઈ ગઈ છે અને તેના ઊંચો દેવાબોજ જલદીથી નીચે આવવાની શકયતા ઘણી જ ઓછી છે. ખર્ચ પર કાપ મૂકવાનું બ્રિટનની સરકાર માટે રાજકીય રીતે મુશકેલ છે અને વેરામાં કોઈપણ વધારો આર્થિક રિકવરીને રૂંધશે એમ મૂડી’સ માની રહી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here