કોરોનાની સ્થિતિ પર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મંગળવારે બેઠક કરશે PM મોદી

કોરોનાની સ્થિતિ પર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મંગળવારે બેઠક કરશે PM મોદી

નવી દિલ્હી, તા. 22 નવેમ્બર 2020, રવિવાર

દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. એવામાં મંગળવારે 24 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થશે. સવારે 10 વાગ્યાથી આ બેઠક શરૂ થશે. સુત્રો પ્રમાણે આ બેઠકમાં કોરોના વેક્સિનના વિતરણની રણનીતિ પર પણ ચર્ચા થઈ શકે છે.

વડાપ્રધાન મોદી કોરોનાની સ્થિતિની સમિક્ષા કરવા માટે અત્યાર સુધીમાં ઘણીવાર રાજ્યો સાથે બેઠક કરી ચુક્યા છે. દેશભરમાં કોરોના વાઈરસ સંક્રમણના કેસો છેલ્લા ઘણાં દિવસોથી 50 હજારની નીચે આવી રહ્યાં છે. જ્યારે કેટલાંક રાજ્યોમાં કેસો ઝડપથી વધી રહ્યાં છે. કેટલાંક શહેરોમાં તો રાત્રી કરફ્યૂ પણ લગાવવામાં આવ્યો છે.

કેન્દ્ર તરફથી સતત એવો પ્રયાસ થઈ રહ્યો છે કે જ્યારે પણ કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થશે તેના સુચારુ વિતરણની વ્યવસ્થા થઈ શકે. ભારતમાં હાલ પાંચ વેક્સિન તૈયાર થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમાંથી ચાર પરિક્ષણના બીજા કે ત્રીજા તબક્કામાં છે જ્યારે એક પહેલાં કે બીજા તબક્કામાં છે.

ઉલ્લેખનિય છે કે, ભારતમાં સંક્રમિતોની કુલ સંખ્યા 91 લાખ સુધી પહોંચી ચુકી છે. છેલ્લા 24 કલાકમાં 45,206 નવા સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. જ્યારે 501 લોકોના મોત થયાં છે. છેલ્લા એક દિવસમાં 43,493 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. કોરોના કેસો વધવાની આ સંખ્યા દુનિયામાં અમેરીકા બાદ સૌથી વધારે છે. જ્યારે મોતની સંખ્યા દુનિયામાં પાંચમાં ક્રમે છે.

આરોગ્ય વિભાગના આંકડાઓ પ્રમાણે ભારતમાં કોરોનાના કુલ કેસો વધીને 90,95,000 થઈ ગયા છે. તેમાંથી અત્યાર સુધીમાં 1,33,000 લોકોના મોત થયાં છે. કુલ એક્ટિવ કેસ વધીને 4.40 લાખ થયા છે. અત્યાર સુધીમાં કુલ 85.21 લાખ દર્દીઓ કોરોનાને મ્હાત આપી છે. છેલ્લા 24 કલાકમાં 43,493 દર્દીઓ સ્વસ્થ થયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here