કોમેક્સીસનું ટર્નઓવર ત્રણ ગણું વધીને મહામારી અગાઉની સપાટીએ

કોમેક્સીસનું ટર્નઓવર ત્રણ ગણું વધીને મહામારી અગાઉની સપાટીએ

નવી દિલ્હી, તા. 07 ઓક્ટોબર 2020, બુધવાર

લોકડાઉનના અમલના પગલે ગત એપ્રિલ-મે માસ દરમિયાન દેશના કોમોડિટી એક્સચેન્જમાં (કોમેક્સીસ) તળિયે ઉતરી આવેલ ટર્નઓવર માર્કેટના સેન્ટીમેન્ટમાં સુધારો તેમજ નવા રોકાણકારોની એન્ટ્રીના પગલે અંદાજે ત્રણ ગણું વધને કોવિડ-મહામારીના અગાઉના સમયે પહોંચી ગયું છે.

ઉપલબ્ધ ડેટા મુજબ ગત મે માસ દરમિયાન NCDEXનું એવરેજ ડેઇલી ટર્નઓવર તુટીને ૫૮૭ કરોડ ઉતરી આવ્યું હતું તે સપ્ટેમ્બર માસ દરમિયાન વધીને ૧૨૪૫ કરોડ પહોંચ્યું હતું.

બીજી તરફ MCX ટર્નઓવર ગત મે માસમાં ઘટીને રૂ. ૧૫૬૫૮ કરોડ ઉતરી આવ્યું હતું. તે ચાલુ સપ્ટેમ્બર માસ દરમિયાન પુન: વધીને રૂ. ૩૩૦૦૦ કરોડથી વધુ નોંધાયું છે.

ગત માર્ચ માસ માસના અંતિમ તબક્કામાં લોકડાઉન અમલી બન્યા બાદ કોમોડિટી એક્સચેન્જોમાં પણ ભારે ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો. પ્રતિકૂળ સંજોગો વચ્ચે ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે બજારનું ટર્નઓવર ઝડપથી ઘટી જવા પામ્યું હતું.

છેલ્લા બે માસ દરમિયાન બુલિયનના ભાવમાં તેમજ કેટલીક એગ્રી કોમોડિટીના ભાવમાં તેજીનો માહોલ ઉદ્ભવતા કોમોડિટી એક્સચેન્જોના સેન્ટીમેન્ટમાં ઝડપી સુધારો નોંધાયો હતો.

આ ઉપરાંત જૂન માસથી શરૂ થયેલ અનલોકના તબક્કામાં વિવિધ રાહતો જાહેર થતાં બજારનું સેન્ટીમેન્ટ ઝડપથી સુધારો નોંધાવતું થયું હતું.

આ મુદ્દાની બીજી તરફ લોકડાઉનના અમલ પછી નવા રોકાણકારો પણ મોટાપાયે બજારમાં પ્રવેશતા સુધારાની ચાલને ઝડપી વેગ મળ્યો હતો. આમ, આ બે કારણોને લઇને બજારમાં કામકાજમાં વધારો થતા કોમેક્સીસના એવરેજ ડેઇલી ટર્નઓવરમાં સંગીન વધારો નોંધાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here