કોમી સદભાવ, છઠ્ઠ પૂજા માટે વર્ષોથી મુસ્લિમ મહિલાઓ કરે છે ઘાટની સફાઈ

કોમી સદભાવ, છઠ્ઠ પૂજા માટે વર્ષોથી મુસ્લિમ મહિલાઓ કરે છે ઘાટની સફાઈ

પટના, તા.18 નવેમ્બર 2020, બુધવાર

બિહારમાં કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે છઠ્ઠ પૂજાની તૈયારીઓ શોર શોરથી ચાલી રહી છે.મુસ્લિમ સમુદાય પણ આ પર્વ માટે હિન્દુઓને મદદ કરતો હોય તેવી પરંપરા બિહારમાં 18 વરષથી ચાલી આવે છે.

બિહારના પટનાસિટીના આદર્શ ઘાટ પર ડઝનબંધ મુસ્લિમ મહિલાઓએ છઠ્ઠ પૂજાની ઉજવણી માટે ઘાટોની સફાઈ કરી હતી અને હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશ આપ્યો હતો.પૂર્વ કાઉન્સિલર મુમતાઝ જહાંનુ કહેવુ છે કે, વ્રત કરનારાને તકલીફ ના પડે તે માટે છેલ્લા 18 વર્ષથી મુસ્લિમ મહિલાઓ આ રીતે ઘાટની સફાઈ કરતી આવી છે.સમાજમાં કેટલાક લોકો કોમી વૈમનસ્ય ફેલાવવામાં લાગેલા છે પણ આ પ્રયત્નો ક્યારેય સફળ નહી થાય.છઠ્ઠ પૂજાનુ પર્વ તો આપસી પ્રેમ અને ભાઈચારો વધારવા માટેનુ પર્વ છે.

ઉલ્લેખનીય છે કે, છઠ્ઠ પર્વ આ વખતે 18 થી 21 નવેમ્બર વચ્ચે ઉજવવામાં આવશે.આ દરમિયાન ગંગા નદીના કિનારે લોકોનો મેળો જામશે, છઠ્ઠ વ્રત ઉજવવામાં પવિત્રતાનુ વિશેષ મહત્વ છે.સૂર્યની પૂજા કરવા માટે આ પર્વમાં પહેલા ડૂબતા સૂરજને અને એ પછી ઉગતા સૂરજને મહિલાઓ અર્ધ્ય આપતી હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here