કેલિફોર્નિયાની આગ રહેણાંક વિસ્તારમાં પ્રવેશી અનેક મકાનો ખાખ

0
18
કેલિફોર્નિયાની આગ રહેણાંક વિસ્તારમાં પ્રવેશી અનેક મકાનો ખાખ

(પીટીઆઇ) જુનિપેર હિલ્સ, તા. 19 સપ્ટેમ્બર, 2020, શનિવાર

ભારે પવન ફૂંકાવાને કારણે કેલિફોર્નિયાની આગ મોહાવી રણના રહેણાંક વિસ્તારોમાં ફેલાઇ જતાં અનેક મકાનો નાશ પામ્યા છે. આ દરમિયાન આ મહિનાની શરૂઆતમાં દક્ષિણ કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગમાં એક ફાયર ફાઇટરના મોતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. યુએસ ફોરેસ્ટ સર્વિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ મોત સાન બર્નાર્ડિનો નેશનલ ફોરેસ્ટમાં થયું હતું.

લોસ એન્જેલસ કાઉન્ટીના ઉત્તરમાં લાગેલી આગને કારણે સેમી રૂરલ ડેઝર્ટમાં આવેલી મિલકતોને પણ નુકસાન થયું છે.  લોસ એન્જેલસના ઉત્તર પૂર્વના 80 કિલોમીટરના વિસ્તારમાં લાગેલી આગમાં કેટલા મકાનોેને નુકસાન થયું તે જાણી શકાયું નથી. ફાયર વિભાગના અિધકારીઓના જણાવ્યા અનુસાર પવન ઓછો થશે અને તાપમાનમાં ઘટાડો થશે તો ફાયર ફાઇટર્સને આગને અંકુશમાં લેવામાં મદદ મળશે. 

6 સપ્ટેમ્બરથી લાગેલી આ લાગ અત્યાર સુધીમાં 290 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પ્રસરી ગઇ છે. જેમાંથી અત્યાર સુધી ફક્ત 15 ટકા વિસ્તારમાં જ આગ પર કાબૂ મેળવી શકાયો છે. ગયા સપ્તાહની સરખામણીમાં ચાલુ સપ્તાહમાં આગ બમણા વિસ્તારમાં ફેલાઇ ગઇ છે. કેલિફોેર્નિયામાં ચાલુ વર્ષે 7900 વખત જંગલમાં આગ લાગી છે અને કુલ 13,727 ચો કિમીના વિસ્તારમાં નુકસાન થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here