કેન્દ્ર સરકારે 8 રાજ્યોને કરોડો રૂપિયા ઉધાર લેવાની આપી મંજુરી

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2021 બુધવાર

કેન્દ્ર સરકારે બુધવારે કહ્યું કે તેણે કેરળને ‘બિઝનેશમાં સરળતા’ સુધારણાને સફળતાપૂર્વક લાગુ કરવા માટે વધારાના 2,373 કરોડ રૂપિયાના ઉધારની મંજૂરી આપી છે. કેરળ સિવાય અન્ય સાત રાજ્યો- આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, તામિલનાડુ અને તેલંગાણાને પણ બિઝનેસ સરળતા સુધારાઓ લાગુ કરવા માટે વધારાના નાણા લેવાની મંજૂરી આપી છે.

આ 8 રાજ્યોને કુલ 23,149 કરોડ રૂપિયા વધારાનું ધિરાણ આપવાની મંજૂરી આપી છે. નાણાં મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, ‘આ અંતર્ગત રાજ્ય (કેરળ) ખુલ્લા બજારમાંથી રૂ. 2,373 કરોડના વધારાના નાણાકીય સંસાધનો એકત્રિત કરવા પાત્ર બન્યું છે. 12 જાન્યુઆરીએ ખર્ચ વિભાગ દ્વારા પરવાનગી જારી કરવામાં આવી હતી.

સ્વનિર્ભર ભારત પેકેજનાં એક ભાગ રૂપે સરકારે મે મહિનામાં તે રાજ્યોને વધારાના નાણા લેવાની મંજૂરી આપી હતી, જે ધંધામાં સરળતા લાવવા માટે જરૂરી સુધારા કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યોને અત્યાર સુધીમાં કુલ, 56,5૨26 કરોડ રૂપિયાના વધારાના ઉધારની મંજૂરી આપવામાં આવી ચુકી છે. આમાં જિલ્લા કક્ષાએ વ્યવસાયિક સુધારાઓનું મૂલ્યાંકન કરવું, અને વિવિધ કાયદાઓ હેઠળ વ્યવસાયોને નોંધણી પ્રમાણપત્રો / મંજૂરી / લાઇસન્સના નવીનીકરણની આવશ્યકતાને ખતમ કરવાનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here