(પીટીઆઇ) નવી દિલ્હી,તા. 13 જાન્યુઆરી 2021, બુધવાર
આખા દેશમાં પાંચ વર્ષ સુધીના બાળકોને અપાતી પોલિયોની રસીના કાર્યક્રમને કેન્દ્ર આગામી સુચના ના મળે ત્યાં સુધી સરકારે કોઇ અજાણ્યા કારણોસર મોકુફ રાખ્યો હતો.પલ્સ પોલિયો રસીકરણ તરીકે જાણીતા આ કાર્યક્રમની શરૂઆત ૧૭ જાન્યુઆરીથી આખા દેશમાં થવાની હતી. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે નવમી જાન્યુઆરીએ લખેલા પત્રમાં તમામ રાજ્ય સરકારોને આ સુચના આપી હતી.
‘ આથી તમામને જાણ કરવામાં આવે છે કે અજાણ્યા કારણોસર રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમને આગામી જાહેરાત ના થાય ત્યાં સુધી મોકુફ રાખવામાં આવે છે જે ૧૭ જાન્યુઆરી, ૨૦૨૧થી શરૂથવાનો હતો’એમ તમામ રાજ્યોના આરોગ્ય મંત્રાલયના અગ્ર સચિવોને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું.કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હર્ષ વર્ધને આઠમી જાન્યુઆરીએ કહ્યું હતું કે૧૭ જાન્યુઆરીથી રસીકરણની શરૂઆત કરાશે.
‘અમે નક્કી કર્યું હતું કે આગામી ૧૭ જાન્યુઆરીથી અમે રાષ્ટ્રીય પોલિયો રસીકરણની શરૂઆત કરીશું જે બે કે ત્રણ દિવસ ચાલશે’એમ તેમણે કહીને ઉમેર્યું હતું કે આ કાર્યક્રમમાં જે બાળકો રસીકરણથી વંચિત રહી ગયા હતા તેમને શોધીને રસી આપવામાં આવશે.બાળકોમાં પોલિયોના વાઇરસનું સ્તર જળવાઇ રહે તે માટે ઇમ્યુનીટી વધારવા અને આપણા રાષ્ટ્રના બાળકોને સ્વસ્થ્ય રાખવા રસીકરણ જરૂરી છે, એમ તેમણે ઉમેર્યું હતું.