કાશ્મીર સરહદે પાક.નો બેફામ તોપમારો જવાન શહીદ, બે મહિલા ઘાયલ

કાશ્મીર સરહદે પાક.નો બેફામ તોપમારો  જવાન શહીદ, બે મહિલા ઘાયલ

પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓ ઝડપાયા, મોટા હુમલાની ફિરાકમાં હોવાનું સામે આવ્યું

શ્રીનગર, તા. 21 નવેમ્બર, 2020, શનિવાર

જમ્મુ કાશ્મીરમાં એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ બન્નેને પાકિસ્તાન સૈન્યએ ટાર્ગેટ કરીને અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. જેને પગલે એક ભારતીય જવાન શહીદ થયો હતો જ્યારે એક ઘાયલ થયો હતો. ઘાયલ જવાનની સારવાર ચાલી રહી છે. 13મી નવેમ્બરે પાકિસ્તાનના અંધાધુંધ તોપમારામાં પાંચ સુરક્ષા જવાનો સહિત 11ના મોત નિપજ્યા હતા. જે ઘટનાના સપ્તાહ બાદ પાકિસ્તાને ફરી અટકચાળો કર્યો છે.

પાકિસ્તાને રાજોરીના નોશેરા સેક્ટરમાં મોડી રાત્રે એક વાગ્યે તોપમારો કર્યો હતો. જે દરમિયાન હવલદાર પાટિલ સંગ્રામ શીવાજી ઘાયલ થઇ ગયા હતા, જોકે બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક જવાન ઘાયલ થઇ જતા હજુ પણ સારવાર હેઠળ છે. 

જ્યારે બીજી તરફ પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓ ઝડપાયા હતા. આતંકીઓના નામ બિલાલ અહેમદ ચોપાન વગાદ ત્રાલ રહેવાસી અને મુર્સાલીન બશીર શેખ છે. ત્રાલ અને પેમ્પોરે વિસ્તારમાં આતંકીઓને શરણ આપવી તેમજ હિથયારો પુરા પાડવા સહિતની આ બન્ને આતંકીઓએ મદદ કરી હતી. જમ્મુ કાશ્મીરમાં સૃથાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા મોટા હુમલાઓ કરવાની ધમકી આપવામાં આવી છે. 

આ સિૃથતિ વચ્ચે ભારતે પાકિસ્તાની હાઇ કમિશનને સમન્સ પાઠવ્યા હતા અને આકરો વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ભારતીય સુરક્ષા જવાનોએ જમ્મુના નગરોટામાં 19મી નવેમ્બર 2020ના રોજ એક મોટા આતંકી હુમલાને નિષ્ફળ બનાવી દીધો હતો. પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે કે માર્યા ગયેલા આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા છે. જેને પગલે પાકિસ્તાની હાઇ કમિશનને સમન્સ પાઠવી આ ઘટના અંગે વિરોધ વ્યક્ત કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here