કાબુલમાં ISના હુમલાઃ બે પોલીસ અધિકારી સહિત ચારનાં મોત

કાબુલ, તા. ૨૬
કાબુલમાં આઈએસના આતંકવાદીઓએ એક જ દિવસમાં ચાર હુમલા કર્યા હતા, જેમાં બે પોલીસ અધિકારીઓ સહિત કુલ ચારનાં મોત થયા હતા. ચારને ઈજા થઈ હતી.
અફઘાનિસ્તાન સરકારના પ્રવક્તાએ કહ્યું હતું કે કાબુલમાં અલગ અલગ સ્થળોએ ચાર હુમલા થયા હતા. અફઘાન સરકાર અને તાલિબાન વચ્ચે આગામી સપ્તાહે નવેસરથી બેઠક થવાની છે, તે પહેલાં આ સિલસિલાબંધ હુમલા થયા હતા.
પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું કે કાબુલમાં થયેલા આઈએસના હુમલામાં બે પોલીસ અધિકારીઓ અને બે નાગરિકો સહિત કુલ ચારનાં મોત થયા હતા.
બીજા એક હુમલામાં બે પોલીસ જવાનો અને બે નાગરિકો સહિત કુલ ચાર ઘાયલ થયા હતા. એક હુમલામાં કોઈને ઈજા થઈ ન હતી.
એ સિવાયના અન્ય હુમલામાં પૂર્વ લશ્કરી અધિકારી ઘાયલ થયા હતા. તે ઉપરાંત પણ બે હુમલાનો દાવો થયો હતો, પરંતુ તે અંગે સરકારે કે પોલીસે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું ન હતું.
અફઘાન સરકાર અને તાલિબાન વચ્ચે કતારમાં શાંતિમંત્રણા થવાની છે તે પહેલાં આઈએસના આ હુમલા શાંતિમંત્રણા ન થાય તે માટે થયા હતા. જાન્યુઆરી-૨૦૨૧માં થનારી શાંતિમંત્રણા ભાંગી પડે તે માટે આ સિલસિલા હુમલા પછી અફઘાન સરકારે શાંતિમંત્રણા બાબતે કોઈ નિવેદન આપ્યું ન હતું.
અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં સિલસિલાબંધ હુમલાથી નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here