કર્ફ્યૂમાં ડોગ સાથે બહાર જવાની છૂટ હતી, પતિના ગળામાં પટ્ટો બાંધીને પત્ની ફરવા નીકળી!


ક્યૂબેક સિટી, તા. ૧૩
કેનેડાના ક્યૂબેક શહેરમાં એક વિચિત્ર ઘટના સામે આવી હતી. કર્ફ્યૂમાં ડોગ સાથે ફરવા જવાની છૂટ હતી, પતિના ગળામાં પટ્ટો બાંધીને પત્ની ફરવા નીકળી ગઈ હતી. પોલીસે તેને પકડી ત્યારે તેણે કહ્યું હતુંઃ હું તો મારા ડોગને ફરવા લઈને આવી છું. આ ઘટનાની તસવીરો વાયરલ થઈ છે.
કેનેડાના ક્યૂબેકમાં રાત્રે આઠ વાગ્યાથી વહેલી સવારે પાંચ વાગ્યા સુધી કર્ફ્યૂ છે, પરંતુ મેડિકલ ઈમરજન્સી કે જીવન જરૃરી ચીજવસ્તુઓ માટે બહાર નીકળવાની પરવાનગી અપાઈ છે. આઠ વાગ્યા પછી આમ તો બહાર નીકળવાની મનાઈ છે, પરંતુ ડોગને લઈને વૉક પર નીકળવાની છૂટ આપવામાં આવી છે.
રાત્રે આઠ પછી એક પત્ની ડોગને બદલે પતિના ગળામાં પટ્ટો બાંધીને ફરવા નીકળી હતી. પતિ શેરીમાં ડોગની જેમ ચાર પગે ચાલતો હતો અને પત્નીએ તેની દોરી હાથમાં પકડી રાખી હતી. પતિ-પત્નીને પોલીસે પકડયા હતા અને પૂછપરછ શરૃ કરી હતી. પત્નીએ કહ્યું હતું કે એ તેના ડોગને લઈને બહાર નીકળી છે અને તેણે કોઈ જ કાયદો તોડયો નથી. પોલીસે તેની સાથે દલીલો કરી હતી કે એ ડોગ નથી, પરંતુ પત્નીએ પતિને ડોગ જ ગણાવ્યો હતો અને દંડ ભરવાનો ઈનકાર કરી દીધો હતો. ઘટનાસ્થળે પતિ પણ ડોગની જેમ જ જમીન પર ચાર પગે થયેલો જોવા મળ્યો હતો.
આ ઘટનાના ફોટો ન્યૂઝમાં આવ્યા પછી વાયરલ થયા હતા. પોલીસે પતિ-પત્ની સામે આકરી કાર્યવાહી કરીને બંનેને ત્રણ હજાર ડોલર એટલે કે અંદાજે બે લાખ રૃપિયાનો દંડ ફટકાર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here