કરચોરીને કારણે ભારતને વર્ષે 10.30 અબજ ડોલરની નુકસાનીનો અંદાજ

કરચોરીને કારણે ભારતને વર્ષે 10.30 અબજ ડોલરની નુકસાનીનો અંદાજ

મુંબઈ, તા. 21 નવેમ્બર 2020, શનિવાર

આંતરરાષ્ટ્રીય સ્તરે તથા વ્યક્તિગત રીતે થતી કરચોરીને કારણે વિશ્વના દેશો દર વર્ષે ૪૨૭ અબજ ડોલર ગુમાવતા હોવાનું એક અભ્યાસમાં જણાયું છે. વિશ્વના દેશોમાં ભારતને વર્ષદહાડે ૧૦.૩૦ અબજ ડોલરના વેરાની નુકસાની જાય છે.

એક ખાનગી પેઢી દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા કરાતી કરચોરીને કારણે વિવિધ દેશોને દર વર્ષે ૨૪૫ અબજ ડોલરની વેરા મારફતની આવક ઓછી થાય છે. ખાનગી વ્યક્તિઓ દ્વારા થતી કરચોરીને કારણે સરકારોને  દર વર્ષે ૧૮૨ અબજ ડોલરનું નુકસાન જાય છે. 

બહુરાષ્ટ્રીય કંપનીઓ ૧.૩૮ ટ્રિલિયન ડોલર જેટલો નફો ટેકસ હેવન દેશોમાં લઈ જઈને જે દેશોમાંથી આવક કરી હોય તે દેશમાં  ભરવાની થતી ટેકસની રકમ ગુપચાવે છે અથવા તો ઓછો ટેકસ ભરે છે. 

આ રકમ એવા દેશોમાં લઈ જવાય છે જ્યાં વેરા દર નીચા હોય છે અથવા તો નહીંવત હોય છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here