કમલનાથે BJP ઉમેદવાર ઇમરતી દેવીને કહ્યા "આઇટમ", રાજકીય માહોલ ગરમ

કમલનાથે BJP ઉમેદવાર ઇમરતી દેવીને કહ્યા "આઇટમ", રાજકીય માહોલ ગરમ

ભોપાલ, 18 ઓક્ટોબર 2020 રવિવાર

બિહાર વિધાનસભાની ચૂંટણીની સાથે જ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પેટાચૂંટણીઓ માટે પ્રચાર જોર જોરથી ચાલી રહ્યો છે. મધ્યપ્રદેશમાં પેટાચૂંટણી ખૂબ મહત્વની છે અને તેની અસર ચૂંટણી પ્રચારમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. ભાજપ અને કોંગ્રેસમાં આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ભારતીય જનતા પાર્ટીની મહિલા ઉમેદવાર પર વાંધાજનક ટિપ્પણી કરી છે. ભાજપે આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી છે.

મધ્યપ્રદેશના ડબરામાં કોંગ્રેસના ઉમેદવાર સુરેન્દ્ર રાજેશના પ્રચાર માટે આવેલા કમલનાથે ભાજપના ઉમેદવાર ઇમરાતી દેવીને એક આઇટમ ગણાવ્યા છે.. કમલનાથે કહ્યું કે, સુરેશ રાજેશજી આપણા ઉમેદવાર છે, સ્વભાવમાં સરળ છે. તેઓ તો કામ કરશે જ, તેઓ તેમના જેવા નથી, તેનું નામ શું છે…. (લોકો બૂમ પાડે છે – ઇમરતી દેવી), મારે તેમનું નામ શા માટે લેવું જોઈએ, તમે તો તેને મારા કરતા વધારે સારી રીતે ઓળખો છો. તમારે તો મને પહેલેથી જ સાવધ કરવો જોઇતો હતો, આ શું આઇટમ છે, (હસતા-હસતા બોલ્યા)

નોંધપાત્ર બાબત એ છે કે, ઇમરતી દેવી કમલનાથ સરકારમાં મહિલા અને બાળ વિકાસ પ્રધાન પણ રહ્યા હતાં. તે જ્યોતિરાદિત્ય સિંધિયાની નજીક હતા અને જ્યારે સિંધિયાએ કોંગ્રેસમાંથી બળવો કર્યો ત્યારે તે પણ ભાજપમાં જોડાયા હતા.

શિવરાજે કમલનાથને આપ્યો જવાબ 

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભૂતપૂર્વ સીએમ કમલનાથની ટિપ્પણી પર તીવ્ર પ્રતિક્રિયા આપી. તેમણે ટ્વિટ કર્યું  કે, ‘કમલનાથ જી! ઇમરતી દેવી એ એક ગરીબ ખેડૂતની પુત્રીનું નામ છે જેણે ગામમાં મજુરી કરવાથી શરૂઆત કરી અને આજે તે એક જાહેર સેવક તરીકે રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપી રહ્યા છે. કોંગ્રેસે મને ભૂખ્યો અને નગ્ન ગણાવ્યો, અને એક મહિલા માટે, આઇટમ જેવા શબ્દનો ઉપયોગ કરીને, તેમણે પોતાની  સામંતવાદી વિચારસરણી ફરીથી ઉજાગર કરી દીધી.

શિવરાજે અન્ય એક ટ્વીટમાં કહ્યું, “પોતાને ‘મર્યાદા પુરુષોત્તમ’ ગણાવતા આવી ‘અમર્યાદિત ભાષા’ વાપરી રહ્યા છે?” નવરાત્રીના શુભ પ્રસંગે દેશ નારીની આરાધના કરી રહ્યો છે, ત્યારે  તમારું આવું નિવેદન તમારી ગંદી માનસિકતાને દર્શાવે છે. વધુ સારું છે કે તમે તમારા શબ્દો પાછા લો અને ઇમરતી દેવી સહિત રાજ્યની દરેક દીકરીની માફી માંગો.” હવે શિવરાજ સિંહે કમલનાથનાં આ નિવેદનનાં વિરોધમાં બે કલાકનું મૌન રાખવાનો નિર્ણય લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here