કચ્છમાં બર્ફિલા પવનના કારણે શિતલહેર, નલિયા ૧૦.૪ ડિગ્રી સાથે સૌથી ઠંડુ મથક

ભુજ,શુક્રવાર

કચ્છમાં તાપમાનનો પારો ઉપર ચડયો હતો. પરંતુ પવનની વાધેલી ગતિના લીધે ઠંડીની તીવ્રતા યાથાવત રહી હતી. ૧૦.૪ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી શિત માથક બન્યું હતુ. કંડલા (એરપોર્ટ)માં ૧૩.૧ ડિગ્રી, ભુજમાં ૧પ.૪ ડિગ્રી અને કંડલા પોર્ટમાં  ૧પ.પ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

નલિયા અને ભુજમાં ગઈકાલની તુલનાએ ઠંડીનો પારો દોઢ ડિગ્રી જેટલો ઉંચકાયો હતો.  ઠંડો પવન ફુંકાવાની શરૃઆત થઈ ગઈ છે. ઠંડીનું પ્રમાણ વાધી જતાં લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી છે. નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૦.૪ ડિગ્રી નોંધાયું હતું. સરહદી ગ્રામ્ય પંથક વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વિશેષ અનુભવાયું હતું. જિલ્લા માથક ભુજમાં લઘુત્તમ તાપમાન ૧પ.૪ ડિગ્રી નોંધાયું હતું. બર્ફિલા પવનની વાધેલી ગતિના લીધે ઠંડી અનુભવાઈ હતી. ઉત્તર-પૂર્વ દિશાએાથી પ્રતિ કલાક સરેરાશ ૬ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૬૯ ટકા અને સાંજે રર ટકા રહ્યું  હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here