કચ્છમાં કોરોનાની બીજી ઈનિંગ શરૃ : ભુજમાં ૧૧ તેમજ ગાંધીધામમાં પાંચ પોઝિટિવ કેસ

ભુજ,શનિવાર

શુક્રવારે કોરોનાના ૨૦ કેસો નોધાયા બાદ બીજા જ દિવસે શનિવારે ૧૦ કેસોનો વાધારો થઈને કચ્છમાં કોરોનાના ૩૦ પોઝીટીવ કેસો નોંધાતા જિલ્લાભરમાં ફફડાટ મચી ગયો છે. એકલા ભુજ શહેરમાં ૧૧ કેસો નોંધાયા છે. દિવાળી તહેવારોના દિવસોમાં બજારમાં જે ભીડ જોવા મળી રહી હતી જેની નકારાત્મક અસરનું પરિણામ આખરે સામે આવ્યુ છે. ભુજ ઉપરાંત ગાંધીધામ શહેરમાં પણ ૫ કેસો નોંધાયા છે.

આજે પોઝીટીવ આવેલા ૩૦ કેસો પૈકી અબડાસા તાલુકામાં ૩, અંજાર તાલુકામાં ૧, ભુજ શહેરમાં ૧૧ અને ગ્રામ્યમાં ૬, ગાંધીધામ શહેરમાં ૫, મુંદરા તાલુકામાં ૧, નખત્રાણા તાલુકામાં ૧ અને રાપર શહેરમાં ૨ કેસો નોંધાયા છે. એકટીવ કેસોમાં પણ વાધારો નોંધાતા ૨૧૨ કેસો પહોંચ્યા છે. આજે નોંધાયેલા પોઝીટીવ ૩૦ કેસો મળીને કુલ કેસોનો આંક ૩૦૮૧ થયો છે. દરમિયાન આજે ૧૬ દર્દીઓ સ્વસૃથ થતા હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી દિવાળીના તહેવારોને અનુલક્ષીને બજારમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી હતી. ખરીદી ટાંકણે લોકો સોશ્યિલ ડિસ્ટન્સ ભુલ્યા હતા. માસ્ક પહેરવાનું પણ ભુલ્યા હતા. વેપારીઓએ પણ કોવીંડના નિયમોનું પાલન કર્યુ ન હતુ. ભુજ ઉપરાંત પણ અન્ય તાલુકા માથકોએ પણ છેલ્લી ઘડીની ખરીદીમાં નિતિ નિયમોનો ભંગ થયો હતો. કોરોનાએ વિદાય લીધી હોય તેવુ વાતાવરણ ખડુ કરવામાં આવ્યુ હતુ. આખરે તેના પરિણામો સામે આવવા પામ્યા હોય તેમ કોરોનાએ ફુંફાડો માર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here