કચ્છમાં કડકડતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું, નલિયામાં ૮.૮ ડિગ્રી

ભુજ,શનિવાર

કચ્છમાં લઘુત્તમ તાપમાનનો પારો ફરી ગગડતા ઠંડીનો ભરડો સખ્ત બન્યો હતો. રાજ્યનું સૌથી નીચુ તાપમાન નલિયા ખાતે ૮.૮ ડિગ્રી નોંધાયું હતું. કંડલા (એરપોર્ટ)માં ૧૩.૧ ડિગ્રી, ભુજમાં ૧૪.૬ ડિગ્રી અને કંડલા પોર્ટમાં ૧પ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતાએ આગામી દિવસોમાં ઠંડીનું મોજુ યાથાવત રહેવાની આગાહી કરી છે. સીઝનલ બીમારીનું પ્રમાણ પણ વધ્યું હોવાનું જાણવા મળ્યું છે. રણકાંધી વિસ્તારના ગામો વધુ ઠર્યા હતા.

નલિયા માટે શિયાળાની સીઝનનો સૌથી વધુ ઠંડો દિવસ રહેવા પામ્યો હતો. ગઈકાલ પારો ઉંચકાયા બાદ ફરીથી દોઢ ડિગ્રી નીચે સરકયો હતો. લઘુત્તમ તાપમાન ૮.૮ ડિગ્રી નોંધાયુ હતું. કોલ્ડવેવની સિૃથતિ પ્રવર્તી રહી છે.  કડકડતી ઠંડી અનુભવાઈ હતી. ઠંડીથી રક્ષણ મેળવવા લોકોને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડયો હતો. જિલ્લા માથક ભુજમાં ૧૪.૬ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે પ૬ ટકા અને સાંજે ર૪ ટકા નોંધાયું હતું. ઉત્તર-પૂર્વે દિશાએાથી પ્રતિ કલાક ૭ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો. તાપમાનમાં બદલાવ આવતા શરદી, ઉાધરસ, તાવ જેવી ઠંડીના કારણે થતી બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. ગરમ વસ્ત્રોની બજારમાં લોકો ખરીદી કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here