ઓસ્ટ્રેલિયાઃ ટીમ ઈન્ડિયા જે હોટલમાં રોકાઈ છે તેની નજીક જ વિમાન ક્રેશ થયુ

ઓસ્ટ્રેલિયાઃ ટીમ ઈન્ડિયા જે હોટલમાં રોકાઈ છે તેની નજીક જ વિમાન ક્રેશ થયુ

કેનબેરા, તા. 15 નવેમ્બર 2020 રવિવાર

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે.સિડની પહોંચેલી ટીમ હાલમાં સિડની ઓલિમ્પિક પાર્કની હોટલમાં ક્વોરેન્ટાઈન છે અને તેમને ગ્રાઉન્ડ પર પ્રેકિટસ માટે મંજૂરી અપાઈ છે.

જોકે ક્રિકેટરો જે હોટલમાં રોકાયા છે તેનાથી 30 કિલોમીટર દૂર એક નાનકડુ વિમાન ક્રેશ થયુ હતુ.મેદાન પાસે જ વિમાન ક્રેશ થયુ ત્યારે ત્યાં ક્રિકેટ રમી રહેલા અન્ય ખેલાડીઓ પણ ગભરાઈને ભાગવા માંડ્યા હતા.

વિમાન ક્રેશ થયુ તેની નજીકની હોટલમાં ક્રિકેટર અને કેટલાક ફૂટબોલ પ્લેયર પણ રોકાયા છે.આ અકસ્માતથી થોડા સમય માટે ક્રિકેટરોમં ગભરાટની લાગણી ફેલાઈ ગઈ હતી.

જોકે સારી વાત એ હતી કે વિમાન જ્યાં ક્રેશ થયુ હતુ ત્યાં લોકો નહોતા અને તેનાથી દૂર લોકો ભેગા થયા હતા.જોકે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ આસપાસ લોકો અને ત્યાં રમી રહેલા ખેલાડીઓ ભાગવા માંડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here