ઓડની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

મોડાસા,તા. 13 જાન્યુઆરી,
2021, બુધવાર

ભિલોડા તાલુકાના ઓડ
ગામની સીમના માર્ગેથી નંબર વગરની બાઈક ઉપર વિદેશી દારૂ-બીયર ની ૫૯ બોટલોનો જથ્થો લઈ
જતાં ઝડપાયો હતો.આ ગુનામાં ચાલક બાઈક લઈ ભાગી ગયો હતો. જયારે પોલીસે થેલા સાથે
ઝડપાયેલા બાઈક સવાર પાસેથી પ્રતિબંધીત વિદેશી દારૂ-બીયર નો કિં.રૂ.૧૦૭૦૦ નો
મુદ્દામાલ કબ્જે કરી બે વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

ભિલોડા તાલુકાના સરહદી
એવા ઓડ ગામના માર્ગે રાજસ્થાન તરફથી એક નંબર વગરના બાઈક ઉપર દારૂ લાવવામાં આવી
રહયો હોવાની શામળાજી પોલીસને બાતમી મળી હતી.પાલ્લા આઉટ પોસ્ટમાં મળેલ આ બાતમી બાદ
પોલીસ ટીમે રાજસ્થાન સરહદે અડીને આવેલ ઓડ ગામના માર્ગે ર્વાચ ગોઠવી હતી. દરમ્યાન
નંબર વગરની પલ્સર બાઈક લઈ આવી રહેલ બાઈક ચાલક અને અન્ય સવાર પોલીસને જોઈ ચોંકી
ઉઠયા હતા.અને બાઈક પાછળ કોથળામાં દારૂની બોટલો ભરી બેઠેલ બાઈક સવાર ઝડપાઈ ગયો હતો.
પોલીસે આ સવાર પાસેના થેલામાં તપાસ કરતા પ્રતિબંધીત વિદેશી દારૂ-બીયરની ૫૯ બોટલોનો
મોટો જથ્થો મળી આવ્યો હતો.જોકે પોલીસને થાપ આપી નંબર વગરની બાઈક લઈ ચાલર ભાગી છુટયો
હતો.ત્યારે પોલીસે ઝડપી પાડેલ બાઈક સવાર અમીત નિનામા ને ઝડપી તેની પાસે ના
થેલામાંથી વિદેશી દારૂની ૫૯ બોટલો કિં.રૂ.૧૦
,૭૦૦ નો જથ્થો ઝડપી લીધો હતો.શામળાજી પોલીસે આ ગુનામાં ઝડપાયેલ અમીત
દિનેશભાઈ નીનામા અને ભાગી ગયેલ આરોપી રણજીતભાઈ ચંદુભાઈ નીનમા(બંને રહે.મોટાડોડીસરા
,તા.ભિલોડા)વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here