ઊંચા ટેક્સને કારણે પરદેશી કંપનીઓ માટે ભારતમાં વેપાર ભારે મુશ્કેલ

નવી દિલ્હી, તા.૧૭

ભારતમા ંવિદેશી કંપનીઓ માટે બિઝનેસ કરવો મુશ્કેલ થતો જાય છે. અગાઉ નોકિયા,
વોડાફોન સહિત અનેક કંપનીઓ સરકારની નીતિ સામે રોષ ઠાલવી ચૂકી છે. હવે
જર્મન કાર ઉત્પાદક કંપની બીએમડબ્લ્યુએ પણ કંઈક એવો જ સૂર વ્યક્ત કર્યો હતો.
અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટર્વ્યુમાં બીએમડબલ્યુ ઈન્ડિયા
, ઓસ્ટ્રેલિયા-ન્યુઝિલેન્ડના

રિજનલ પ્રેસિડેન્ટ વિક્રમ પાવહે કહ્યું હતું કે ભારતમાં વેપાર કરવો
મુશ્કેલ છે.

વિક્રમે કહ્યું હતું કે હું ભારતનો છું એટલે ભારતની ભારે અટપટી સિસ્ટમથી
વાકેફ છું. પરદેશથી આવનારી કંપનીઓને અહીંની સિસ્ટમ અઘરી લાગે અને ટેક્સનો દર બહુ
વધારે લાગે છે. તેમણે આ વાત દ્વારા સંભવતઃ ભારતના સરકારી અધિકારીઓ દ્વારા પ્રોજેક્ટની
ફાઈલો અટકાવવાની વાત તરફ ઈશારો કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે આત્મનિર્ભર ભારત, મેક ઈન
ઈન્ડિયા વગેરે સારી યોજનાઓ છે. કોઈ પણ દેશે આવી યોજનાઓ લાગુ કરવી જોઈએ. પરંતુ એ
યોજનાઓનું યોગ્ય અમલીકરણ કરવાને બદલે વિદેશી કંપનીઓને સજા મળતી હોય એવુ વર્તન થાય
છે. અમે કરોડો રૃપિયા ખર્ચીને જે ટેકનોલોજી વિકસાવીએ છીએ
, તેને
આવકારવાને બદલે ઊંચા ટેક્સના દરો દ્વારા અટકાવી દેવામાં આવે છે.

બીએમડબલ્યુ જેવી કાર લક્ઝરી કેટેગરીમાં આવે છે. ભારતમાં આવી પ્રોડક્ટ પર
ખાસ્સો ઊંચો ટેક્સ લેવાય છે. ભૂતકાળમાં અન્ય કંપનીઓ પણ ભારત સરકારની આ નીતિ સામે
નારાજગી વ્યક્ત કરી ચૂકી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here