ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં ઉત્તરાણ પર્વમાં પતંગ ઉડાડવામાં આવતા નથી. ૧૯૯૬માં ઉત્તરાણના દિવસે વીજ કરંટ લાગવાથી બે યુવકોના મોત થયા હતા. જેથી ગામના વડીલો એકઠા થઈ આ પર્વમાં પતંગ નહીં ઉડાડવાનો નિર્ણય લીધો હતો. જેમાં યુવકો ક્રિકેટ રમીને તથા ધાર્મિક રીતે ગાયો, પક્ષીઓને પુણ્યદાન કરીને ઉજવણી કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના પતેપુરા ગામમાં લોકો પતંગથી દૂર રહી ઉત્તરાયણની ઉજવણી માટેની અનોકી રાહ બતાવે છે. ગામના યુવાનો પતંગ છોડી ક્રિકેટ રમે છે તો ગામના વડીલો ધાર્મિક લાગણી માટે એકઠા થઈ ગામમાં પતંગ માટે થનાર ખર્ચની સામે ગૌમાતા સહિતના પશુઓ માટે ઘાસચારો અને શ્વાન માટે લાડુ બનાવવાના કામમાં જોડાય છે. ફતેપુરાના યુવાનોએ ગામમાં કોઈપણ વ્યક્તિના ઘરે મોતનો માહોલ ના સર્જાય તેમજ પક્ષી જગતના રક્ષણ માટે પણ પતંગને તિલાંજલિ આપે છે. ગામના વડીલો જણાવે છે કે ૧૯૯૬માં ધાનેરામાં ુત્તરાણના દિવસે વીજ કરંટ લાગવાથી બે યુવકોના મોત થયા છે. એ સિવાય અનેક યુવકોને દોરીથી ઈજા થયાના તેમજ અનેક પક્ષીઓ દોરીથી વિંધાઈને મૃત્યુ પામ્યાના સમાચાર મળતા ફતેપુરાના લોકો ગ્રામજનો માટે ચિંતિત થયા હતા અને તે દિવસે બધા ભેગા મળી ફતેપુરા ગામના લોકોનો આવા ભયના માહોલથી દૂર રાખવા માટે ઉત્તરાયણમાં દોરી પતંગ નહીં ાવવાનો નિર્ણય લીધો હતો અને ત્યારથી આજ સુધી આ ગામમાં કોઈએ દોરી, પતંગ ઉત્તરાણની ઉજવણી થતી નથી. ફતેપુરા ગામના યુવાનો એકઠા થઈ આખો દિવસ ક્રિકેટની રમત રમી ઉત્તરાયણ મનાવે છે.