લંડન, તા.૫
ભારતમાં સરકાર જ્યારે સ્થિતિ પર કાબુ મેળવી ન શકે ત્યારે નાગરિકોને
હેરાનગતી થાય એવા પગલાં ભરવાનું પસંદ કરે છે. એટલે કાયદો-વ્યવસ્થાના નામે સરકાર
વારંવાર ઈન્ટરનેટ બંધ કરે છે. ઈન્ટરનેટ બંધ થાય તો અત્યારની સ્થિતિમાં જીવાદોરી જ
બંધ થાય કેમ કે મોટા ભાગના લોકોનો વેપાર-ધંધો ઈન્ટરનેટ આધારીત થતો જાય છે. ૨૦૨૦માં
એટલે જ ઈન્ટરનેટ બંધી કરવાથી ભારતને ૨.૮ અબજ ડૉલર (૨૦૫ અબજ રૃપિયા)નું નુકસાન થયું
છે.
આખા જગતને ૨૦૨૦માં ઈન્ટરનેટ બંધ થવાથી ૪ અબજ ડૉલરનું નુકસાન થયું છે.
તેમાં ૭૫ ટકાથી વધારે હિસ્સો ભારતનો છે. આજ રજૂ થયેલા રિપોર્ટ ‘ધ ગ્લોબલ કોસ્ટ ઓફ ઈન્ટરનેટ શટડાઉન‘માં આ વિગતોનો ખુલાસો કરવામાં આવ્યો છે. એ પ્રમાણે
ભારતમાં ૨૦૨૦ના બાર માસ દરમિયાન વિવિધ સ્થળોએ વિવિધ સમયે મળીને કુલ ૮૯૨૭ કલાક
ઈન્ટરનેટ બંધ રહ્યું હતું. એક કરોડથી વધારે નાગરિકોને વિપરિત અસર થઈ હતી.
જગતના સૌથી લાંબા ઇન્ટરનેટ લોકડાઉનનો રેકોર્ડ પણ ભારતના નામે છે. ઓગસ્ટ
૨૦૧૯થી માર્ચ ૨૦૨૦ સુધી કાશ્મીરમાં સતત ૨૧૩ દિવસ નેટ બંધ રહ્યુ હતુ. કાશ્મીરમાં
જોકે ગંભીર સ્થિતિને કારણે નેટ બંધ કરાયુ હતુ. આ ગણતરી વર્લ્ડ બેન્ક,
ઈન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન અને સોફ્ટવેર ફ્રીડમ લો સેન્ટર
એમ ત્રણ સંસ્થાઓએ મળીને કરી હતી.
જગતમાં ૨૧ દેશો એવા છે, જ્યાં ૨૦૨૦માં
નેટબંધીનો સહારો લેવાયો હતો. એમાં ભારત સૌથી પહેલો છે. આ રિપર્ટમાં ચીન અને ઉત્તર
કોરિયા જેવા દશોનો સમાવેશ કરાયો નથી. કેમ કે એ દેશો પોતાના નેટ કનેક્શનની માહિતી
જાહેર કરતા જ નથી. સમગ્ર વર્ષ દરમિયાન આ ૨૧ દેશોએ મળીને કુલ ૨૭,૧૬૫ કલાક નેટ બંધ રાખ્યુ હતુ. ભારતની ઈન્ટરનેટ બંધીમાં સૌથી મોટો હિસ્સો
કાશ્મીરના પ્રતિબંધનો છે.
ઈન્ટરનેટ
બંધીથી સૌથી વધુ નુકસાન કોને?
ક્રમ દેશ નુકસાન (કરોડ ડૉલર)
૧ ભારત ૨૮૦
૨ બેલારુસ ૩૩.૬૪
૩ યમન ૨૩.૬૮
૪ મ્યાંમાર ૧૮.૯૯
૫ અજરબૈજાન ૧૨.૨૬
સૌથી વધુ નેટબંધી ક્યાં?
ક્રમ દેશ બંધ (કલાક)
૧ ભારત ૮૯૨૭
૨ મ્યાંમાર ૮૮૦૮
૩ ચાડ ૪૬૦૮
૪ ઇથિઓપિયા ૧૫૩૬
૫ અજરબૈજાન ૧૧૨૮
ગુજરાતમાં
કેટલી વખત શટડાઉન
૨૦૨૦માં ગુજરાતમાં નેટ બંધ કરવાની સ્થિતિ નથી આવી. પરંતુ એ પહેલા વિવિધ
તોફાનોને કારણે ગુજરાતમાં ૨૦૧૪થી ૨૦૧૮ વચ્ચેના પાંચ વર્ષમાં ૧૧ વખત નેટ શટડાઉન
કરવું પડયું હતું